sports news/ પાકિસ્તાન ભારત સામે મેદાનમાં નહીં ઉતરે તો ગંભીર પરિણામો આવશે: ICC

ICC એ પાકિસ્તાન (Pakistan) ને T20 વર્લ્ડ કપ 2026 માં ભારત (India) સામે ન રમવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું છે.

Trending Sports
ICC

Sports News: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ પાકિસ્તાન (Pakistan) ને આગામી ICC મેચ T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ભારત (India) સામે મેચ ન રમવાના તેના નિર્ણય પર ફરીથી વિચાર કરવા માટે અપીલ કરી છે. ICCનું માનવું છે કે કોઈ એક ટીમ દ્વારા પસંદગીયુક્ત રીતે મેચોમાં ભાગ લેવો વૈશ્વિક સ્તરની સ્પર્ધાની મૂળ ભાવનાને ખંડિત કરે છે.

ICC મુજબ, વર્લ્ડ કપ જેવી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં તમામ ભાગ લેનારી ટીમોએ પૂર્વનિર્ધારિત શેડ્યૂલ મુજબ સમાન શરતો હેઠળ રમવું આવશ્યક છે. કોઈપણ દેશ પોતાની પસંદગી પ્રમાણે વિરોધી ટીમ સામે રમવાનું ટાળે તો તે રમતની ન્યાયસંગતતા અને સ્પર્ધાત્મક સમતાને નુકસાન પહોંચાડી શકે છે.

પાકિસ્તાન (Pakistan) સરકારે રવિવારે જાહેરાત કરી હતી કે પાકિસ્તાની (Pakistan) ટીમ ICC T20 વર્લ્ડ કપમાં રમશે, પરંતુ 15 ફેબ્રુઆરીએ પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત (India) સામેની મેચમાં ભાગ લેશે નહીં. જો,કે પાકિસ્તાન સરકારના નિવેદનમાં આ નિર્ણય માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ બાંગ્લાદેશ સાથે એકતા દર્શાવવા માટે ભારત (India) સામેની વર્લ્ડ કપ મેચનો બહિષ્કાર કરશે.

રવિવાર, 1 ફેબ્રુઆરીએ એક નિવેદનમાં, ICC એ કહ્યું કે તેણે પાકિસ્તાની સરકાર દ્વારા જાહેરાત કરી છે, નેશનલ ટીમને T20 વર્લ્ડ કપમાં હિસ્સો લેવાની ઇજાઝત આપી છે, પરંતુ ભારતની વિરુદ્ધ ગ્રુપ-સ્ટેજને છોડી દેવાની વાત કહી છે.

ભારત (India) સામે મેચ નહીં રમવા પર ICCની પાકિસ્તાન (Pakistan) ને ચેતવણી

જો કે પાકિસ્તાન ક્રિરેટ બોર્ડે સત્તાવાર જાહેરાત કર્યા પછી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે એક વિગતવાર નિવેદન જાહેર કરીને પાકિસ્તાનને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા જણાવ્યું છે. જેમાં જણાવ્યું હતું કે ભારત સામેની મેચ નહીં રમવાના ગંભીર પરિણામો આવશે, જેની અસર સમગ્ર રમત, પાકિસ્તાન બોર્ડ અને તેના ચાહકો ઉપર પણ પડશે.

ICC

ICC એ જણાવ્યું હતું કે તે રાષ્ટ્રીય બાબતોમાં સરકારોની ભૂમિકાનું સન્માન કરે છે, પરંતુ આ નિર્ણય વૈશ્વિક ક્રિકેટ અથવા તેના ચાહકોના શ્રેષ્ઠ હિતમાં નથી, જેમાં પાકિસ્તાનમાં લાખો સમર્થકોનો સમાવેશ થાય છે. ICC એ ચેતવણી પણ આપી હતી કે આવા પગલાથી પાકિસ્તાનમાં ક્રિકેટ માટે લાંબા ગાળાના પરિણામો આવી શકે છે.

રવિવારે મોડી રાત્રે ICCએ એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમાં ICCએ જણાવ્યું કે તેઓ હજી પણ પાકિસ્તાન તરફથી સત્તાવાર જવાબની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હાલ જે રીતે ‘પસંદગીયુક્ત ભાગીદારી’ની વાત ચાલી રહી છે, તે આંતરરાષ્ટ્રીય રમતગમત ઇવેન્ટના નિયમો અને ભાવનાના વિરોધમાં છે.

ICCના કહેવા મુજબ, કોઈપણ વૈશ્વિક ટુર્નામેન્ટમાં ક્વોલિફાય થનારી બધી ટીમોએ નક્કી કરેલા સમયપત્રક પ્રમાણે અને સમાન શરતોમાં રમવું જરૂરી છે. ICC ટુર્નામેન્ટ ન્યાય, સ્પર્ધાત્મક ભાવના, સાતત્ય અને રમતગમતની ઇમાનદારી પર આધારિત હોય છે. આવી સ્થિતિમાં, પસંદગી મુજબ ભાગ લેવાની વ્યવસ્થા ટુર્નામેન્ટની ભાવના અને તેની પવિત્રતા બંનેને નુકસાન પહોંચાડે છે.


આ પણ વાંચો: ભારતમાં ટૂંક સમયમાં એકસાથે જોવા મળી શકે છે, ટેસ્ટ અને T-20 ની મજા

આ પણ વાંચો:સમીર વાનખેડે ફરી ચર્ચામાં, શાહરૂખ અને ગૌરી ખાન સામે કેસ દાખલ કર્યો!

આ પણ વાંચો:ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટ 2025 આવી ગયું છે, બે બાદ ટીવી પર પાછો ફરી રહ્યો છે. ક્યારે અને ક્યાં પ્રીમિયર થશે?