Gujarat IMD Update/ ગુજરાતમાં શિયાળો નરમ પડ્યો,તાપમાન ઘટ્યું છતાં કાતિલ ઠંડી ગાયબ

રાજ્યભરમાં શિયાળા(Winter) ની કડાકા ઠંડી અનુભવાતી નથી. છેલ્લા બે દિવસથી સ્થાનિકોને ઠંડીના ચમકારાથી થોડી રાહત મળી છે.

Top Stories Gujarat Breaking News
રાજ્યભરમાં શિયાળા(Winter) ની કડાકા ઠંડી અનુભવાતી નથી. છેલ્લા બે દિવસથી સ્થાનિકોને ઠંડીના ચમકારાથી થોડી રાહત મળી છે.

Gujarat IMD Update: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. જોકે, આ ઘટાડા છતાં રાજ્યભરમાં શિયાળા(Winter) ની કડાકા ઠંડી અનુભવાતી નથી. છેલ્લા બે દિવસથી સ્થાનિકોને ઠંડીના ચમકારાથી થોડી રાહત મળી છે, પરંતુ અગાઉના વર્ષોની સરખામણીએ આ વખતનો શિયાળો(Winter) ‘નરમ’ હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.

રાજ્યમાં શિયાળા (Winter) માં અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનની સ્થિતિ

હવામાન વિભાગ (IMD)ના તાજા આંકડાઓ અનુસાર કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે, જ્યારે કેશોદમાં 14.8 ડિગ્રી, ભુજમાં 15 ડિગ્રી અને કંડલામાં 15.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. પોરબંદર અને રાજકોટમાં અનુક્રમે 15.5 અને 15.9 ડિગ્રી નોંધાયું છે. અમરેલીમાં 16.2, ડીસામાં 17.3, ગાંધીનગરમાં 18.6 અને અમદાવાદમાં 19.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ આંકડાઓ દર્શાવે છે કે ઠંડી હોવા છતાં તે તીવ્ર નથી.

રાજ્યમાં શિયાળા (Winter) માં અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનની સ્થિતિ

ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર

ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા હવામાનમાં પલટો આવ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ અને બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા નોંધાઈ છે. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાવાની શક્યતા છે.

કેમ આ વર્ષે શિયાળો(Winter) રહ્યો નરમ?,

કેમ આ વર્ષે શિયાળો(Winter) રહ્યો નરમ?

હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલય વિસ્તારમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયા નથી. જ્યારે પહાડોમાં ભારે હિમવર્ષા થાય છે, ત્યારે ત્યાંથી આવતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે.

અલ નિનો અને અરબી સમુદ્રની ગરમ હવા

આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થવાને કારણે ઠંડીનું મોજું સર્જાયું નથી. સાથે જ પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે ‘અલ નિનો’ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોએ ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો થતો અટકાવ્યો છે.

ગ્લોબલ વોર્મિંગની સ્પષ્ટ અસર

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગ્લોબલ વોર્મિંગની અસર હવે સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યની ત્રણેય સિઝનમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. અગાઉ ડિસેમ્બર મહિનામાં જ રાજ્યમાં કાતિલ ઠંડી શરૂ થઈ જતી હતી, પરંતુ આ વખતે ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધારે રહી છે.


આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન

આ પણ વાંચો:ગુજરાતમાં ડિસેમ્બરમાં ઠંડીની તીવ્રતા ઘટી, લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો

આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું , ઉત્તર ગુજરાતમાં ધુમ્મસની આગાહી