મુંબઈનાં બાંદ્રામાં આવેલ MTNL બિલ્ડીંગમાં સોમવારે ભીષણ આગ લાગી ગઇ હતી. જેના કારણે બિલ્ડીંગમાં અફરા-તફરીનો માહોલ બન્યો હતો. આગને ઓલવવા માટે ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોચી ગઇ છે. મળી રહેલી માહિતી અનુસાર આ આગમાં અત્યાર સુધીમાં કોઇ જાનીહાની થઇ નથી. જો કે હજુ પણ બિલ્ડીંગની છત પર 100થી વધુ લોકો ફસાઇ ગયા હોવાનુ સામે આવી રહ્યુ છે, જેમને નિકાળવા માટે પૂરો પ્રયત્ન કરવામા આવી રહ્યો છે.
Mumbai: A level 4 fire has broken out in MTNL Building in Bandra, 14 fire tenders are present at the spot. Fire fighting operations are underway. More details awaited. pic.twitter.com/e7NRsYH7O3
— ANI (@ANI) July 22, 2019
છેલ્લા બે દિવસમાં મુંબઈમાં આગનો આ બીજો કિસ્સો છે. આ પહેલા રવિવારનાં રોજે પણ મુંબઈની તાજ મહલ પેલેસ હોટસની પાછળ સ્થિત એક ચાર માળની રહેણાંક બિલ્ડીંગમાં આગ લાગી ગઇ હતી, જેમા એક વ્યક્તિની મોત થઇ ગઇ હતી, જ્યારે એક ફાયર બ્રિગેડનાં કર્મીની સાથે બે લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. આ બિલ્ડીંગમાં આગ બપોરનાં સમયે લાગી હતી. એક ફાયર બ્રિગેડનાં અધિકારીએ આ વિશે જણાવ્યુ કે, ફાયર બ્રિગેડ વિભાગને પહેરો લગભગ 12 વાગ્યાને 17 મિનિટ પર મેરી વેદર રોડ પર સ્થિત ગ્રાંઉડ પ્લસ ચાર માળની બિલ્ડીંગમાં આગ લાગી હોવાની સુચના મળી. તે પછી ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી. અહી સીડીની મદદથી 14 વ્યક્તિઓને બચાવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આજે પણ મુંબઈનાં બાદ્રાની MTNL બિલ્ડીંગમાં આગ લાગી છે. જેના પર કંટ્રોલ મેળવવા ફાયર બ્રિગેડનાં કર્મચારીઓ સતત પ્રયત્ન કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
