Not Set/ ISRO એ લોન્ચ કર્યુ ચંદ્રયાન-2, અંતરિક્ષમાં ભારતની સૌથી લાંબી ઉડાન

ચંદ્રયાન-2નાં લોંન્ચિંગની સાથે એક વાર ફરી ઈશરોનાં વૈજ્ઞાનિકોએ બતાવ્યુ છે કે કેમ તેમનુ નામ દુનિયાભરમાં છે. દેશનું ગૌરવ વધારનાર ચંદ્રયાન-2 ને આજે સોમવારનાં રોજ બપોરે 2:43 કલાકે લોન્ચ કરવામાં આવ્યુ હતુ. ચંદ્રયાન-2 ને પૃથ્વીની કક્ષામાં પહોચાડવાની જવાબદારી ઈશરોએ પોતાના સૌથી શક્તિશાળી રોકેટ GSLV-MK-3 ને આપી હતી. આ રોકેટ 3.8 ટન વજનવાળા ચંદ્રયાન-2ને લઇને ઉડાન ભરી. […]

Top Stories India

ચંદ્રયાન-2નાં લોંન્ચિંગની સાથે એક વાર ફરી ઈશરોનાં વૈજ્ઞાનિકોએ બતાવ્યુ છે કે કેમ તેમનુ નામ દુનિયાભરમાં છે. દેશનું ગૌરવ વધારનાર ચંદ્રયાન-2 ને આજે સોમવારનાં રોજ બપોરે 2:43 કલાકે લોન્ચ કરવામાં આવ્યુ હતુ. ચંદ્રયાન-2 ને પૃથ્વીની કક્ષામાં પહોચાડવાની જવાબદારી ઈશરોએ પોતાના સૌથી શક્તિશાળી રોકેટ GSLV-MK-3 ને આપી હતી. આ રોકેટ 3.8 ટન વજનવાળા ચંદ્રયાન-2ને લઇને ઉડાન ભરી. હવે ચાંદનાં દક્ષિણ ધ્રુવ સુધી પહોચવા માટે ચંદ્રયાન-2ની 48 દિવસની યાત્રા શરૂ થઇ ગઇ છે. લગભગ 16.23 મિનિટ બાદ ચંદ્રયાન-2 પૃથ્વીથી અંદાજે 182 કિમીની ઉચાઈ પર GSLV-MK-3 રોકેટથી અલગ થઇને પૃથ્વીની કક્ષામાં ભ્રમણ લગાવવાનું શરૂ કરી દેશે. આજનું આ લોન્ચ અંતરિક્ષમાં ભારતની ધાક જમાવશે અને તે ચાંદનાં વિશે દુનિયાને નવી માહિતી પ્રદાન કરશે.

ઈસરોનાં ચીફ કે સિવને ચંદ્રયાન-2નાં લોન્ચ પહેલા જણાવ્યુ હતુ કે, પહેલાનાં લોન્ચિંગ વખતે જે ટેક્નિકલ ખામી સામે આવી હતી તેને દૂર કરી દેવાઈ.  આપને જણાવવાનું કે આ અગાઉ 15 જુલાઈનાં રોજ ચંદ્રયાન 2નાં લોન્ચિંગ વખતે ટેકનિકલ ખામી સર્જાતા લોન્ચિંગ ટાળવામાં આવ્યું હતું. લોન્ચિંગનાં લગભગ એક કલાક પહેલા જ લોન્ચિંગ ટાળવામાં આવ્યુ હતું. ઈસરોએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ટેક્નિકલ ખામીનાં કારણે 15 જુલાઈ 2019નાં રોજ રોકાયેલું ચંદ્રયાન 2નું લોન્ચિંગ હવે ભારતીય સમય મુજબ સોમવારે 22 જુલાઈ 2019નાં રોજ બપોરે 2:43 કલાકે નક્કી કરાયું છે.

જાણીએ કેમ ચંદ્રયાન -2 આપણા માટે અગત્યનું છે અને કેટલું મહત્વપૂર્ણ છે
ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન – ISRO, 14 મી જુલાઈની રાત્રે 2.51 વાગ્યે એટલે કે 15મી જુલાઇએ 2.51 AM તેના ચંદ્ર મિશન, ચંદ્રયાન -2 ને લોન્ચ કરશે. ચંદ્રયાન-2નું લેન્ડર “વિક્રમ” અને રોવર “પ્રજ્ઞાન”, ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરશે. ઉતરાણ સાથે જ ચંદ્રની આસપાસ ફરતા ઓર્બિટર, વિક્રમ અને પ્રજ્ઞાન મારફતે એકઠી કરવામા આવેલી માહિતી પૃથ્વી પર સ્થિત ISRO કેન્દ્ર પર મોકલશે. આ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 1000 કરોડ છે. જો મિશન સફળ થાય, તો ભારત, અમેરિકા-રશિયા અને ચીન પછી ચંદ્ર પર પહોંંચનારો ચોથો દેશ બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.