Amreli/ વડિયામાં નવનિયુક્ત મામલતદારે કર્યં એવું કામ કે, પોલીસની કામગીરી સામે થયા સવાલો

વડિયામાં બિન્દાસ શહેરની બજારમાંથી બિન કાયદેસર રીતે કપચી ભરેલા બે ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં આવી છે જોકે આ કાર્યવાહી થતાની સાથે જ પોલીસ કેમ આટલા સમય સુધી ચૂપ હતી અને  શહેરમાં ગેરકાયદેસર કામ થવા દેતી હતી તેની સામે સવાલો થયા છે. 

Top Stories Gujarat Others
Mamlatdar in Wadiya

Mamlatdar in Wadiya: છેલ્લા કેટલા સમયથી વડિયા શહેરમાં પોલીસની કામગીરીને લઈને સવાલો ઉદ્દભવી રહ્યા છે. જાહેર માર્ગો પર અને ખૂણે-ખાંચે બિન કાયદેસર પ્રવૃતિઓ શરૂ હોવાની ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે, ત્યારે આજે વડિયા શહેરમાં નવનિયુક્ત મામલતદાર નારણ ખોડભાયા એ બીડું ઝડપી લીધું અને શહેરની મુખ્ય બજારમાંથી બિન્દાસ નીકળતાં બે કપચી ભરેલા ડમ્પરોને પકડી પાડીને તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે.

ભૂ-માફિયાઓ કોઈ પણ ડર ન હોય એવી રીતે વડિયા શહેરની મુખ્ય બજારમાંથી બે કપચી ભરેલા ડમ્પરો નીકળતા વડિયાના નવ નિયુક્ત મામલતદાર એ પોતાની આંખ લાલ કરી છે. પકડાયેલા ડમ્પરોની પૂછતાછ કરવામાં આવતા જાણવા મળ્યું કે બંને ડમ્પરોમાંથી કોઈ પાસે પાસ પરમિટ કે રોયલ્ટી ન હતી. જેને લઈને ખોડવાયાએ બંને ડમ્પરોની સામે કાર્યવાહી હાથ ધરી બંને ડમ્પરોને વડિયા પોલીસને સોંપી ખાણખનિજ વિભાગને રિપોર્ટ કર્યો છે.

શહેરીજનોમાં ઉઠ્યા અનેક સવાલો

હવે લોકોમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે નવનિયુક્ત મામલતદાર સાહેબને ટૂંકા દિવસોમાં આ ભૂ-માફિયાઓ નજરે આવ્યા હોય અને કાર્યવાહી હાથ ધરી હોય તો વડિયા પોલીસને આ કૃત્ય કેમ ન દેખાયું? શું વડિયા પોલીસની દેખરેખ હેઠળ આ બધા ડમ્પરો અહીંથી પસાર થતા હશે? શું વડિયા પોલીસની મીઠી નજર હેઠળ વડિયા શહેરમાં કેટલાય આવા ગેરકાયદેસર કામો થતા હશે એ પણ વડિયા શહેરની જનતામાં સવાલ ઉઠી રહ્યો છે. નવનિયુક્ત મામલતદારની કામગીરી ટૂંકા દિવસોમાં શહેરની જનતાએ બિરદાવી છે. ત્યારે વડિયા પોલીસ પણ આ રીતે બિન કાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ સામે ક્યારે લાલા આંખ કરશે એ જોવાનું રહ્યું.

આ પણ વાંચો: WhatsApp/ SBIએ લોન્ચ કર્યું WhatsApp Banking, ચેટિંગથી જાણો તમારા એકાઉન્ટની માહિતી

આ પણ વાંચો: Mumbai/ ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો, પૂર્વ વિપક્ષી નેતા રામદાસ કદમે શિવસેનામાંથી આપ્યું રાજીનામું