Vadodara News/ વડોદરામાં વિદેશી યુવકની બેફામ કારનો કહેર, વૃદ્ધાને ઉડાવતા ઘટનાસ્થળે મોત; CCTV વાયરલ

Vadodara accident: વડોદરાના આજવા રોડ પર બેફામ ઝડપે દોડતી કારની ટક્કરે વૃદ્ધાનું મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ.

Top Stories Gujarat Vadodara Breaking News
Vadodara accident:વિદેશી યુવકો સવાર કારનો અકસ્માત, વૃદ્ધા ફંગોળાતા મોત

Vadodara News: વડોદરા શહેરના આજવા રોડ પર વધુ એક ગમખ્વાર અકસ્માત (Vadodara accident)ની ઘટના સામે આવી છે. બેફામ ઝડપે દોડતી એક ફોર વ્હીલર કારના ચાલકે રોડ પરથી પસાર થઈ રહેલી વૃદ્ધાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

Vadodara accident: વહેલી સવારે સર્જાયો અકસ્માત

પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત ગઇકાલે (31 મે) વહેલી સવારે અંદાજે 6:32 કલાકે આજવા રોડ પર આવેલી નવી વસાહત પાસે બન્યો હતો. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે એક સફેદ રંગની કાર પૂરઝડપે આવી રહી હતી અને રોડ પરથી પસાર થઈ રહેલી વૃદ્ધાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર બાદ વૃદ્ધા હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયા હતા. અકસ્માત (Vadodara accident)માં તેમને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

કારમાં વિદેશી લોકો સવાર હોવાનું સામે આવ્યું

પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત (Vadodara accident) સર્જનાર કારમાં વિદેશી યુવકો અને યુવતીઓ સવાર હતા. અકસ્માત બાદ કારમાંથી કેટલાક યુવકો અને યુવતીઓ નીચે ઉતરતા પણ સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

મૃતક વૃદ્ધાની ઓળખ

આ મામલે આજવા રોડ પર આવેલી નવી વસાહત ખાતે રહેતા દીલીપભાઈ મોહનભાઈ ભાલીયાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમની માતા શારદાબેન મોહનભાઈ ભાલીયા (ઉં.વ. આશરે 65 વર્ષ) સવારે ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

પોલીસે શરૂ કરી તપાસ

અકસ્માત બાદ બાપોદ પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે. કાર ચાલક કોણ હતો, કાર ક્યાંથી આવી હતી અને અકસ્માત સમયે કારની સ્પીડ કેટલી હતી તે સહિતના મુદ્દાઓની તપાસ ચાલી રહી છે.આ ઘટનાએ શહેરમાં ફરી એકવાર બેફામ વાહનચાલન અને રોડ સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.


આ પણ વાંચો:વડોદરા અકસ્માત : રક્ષિત ચૌરસિયાએ ગાંજો પી અકસ્માત સર્જયો હોવાનો ઘટસ્ફોટ, 8 લોકોને અડફેટે લેતા 1 નું મોત થયું હતું

આ પણ વાંચો:વડોદરાના જામ્બુવા બ્રિજ પાસે ગોઝારો અકસ્માત, સુરતથી ભાવનગર જતા 3 યુવકોના મોત, 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત

આ પણ વાંચો:વડોદરાના માંજલપુરમાં ગમખ્વાર અકસ્માત, સગીરનું મોત