Vadodara Accident/ વડોદરાના માંજલપુરમાં ગમખ્વાર અકસ્માત, સગીરનું મોત

વડોદરામાં અકસ્માત સર્જાયો છે, આ અકસ્માતમાં સગીરનું મોત થયું છે અને બીજા બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. ત્રણ સગીરો બાઇક પર મસ્તી કરતાં વાહન ચલાવતા હતા તેમા ઊભેલી કારને બાઇક અથડાતા આ અકસ્માત સર્જાયો હતો.

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodara Accident: વડોદરાના માંજલપુરમાં ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. દસમા ધોરણની પરીક્ષા પછી મસ્તીએ ચડેલા ત્રણ સગીરોએ બાઇક પર ટ્રિપલ સવારી કરી હતી. તેઓ શહેરની વચ્ચે એટલી ઝડપે વાહન ચલાવતા હતા કે તેમનું વાહન ઊભેલી કાર સાથે ધડાકાભેર સર્જાયું હતું. આ ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થઈ ગઈ છે.

સગીરની બેફામ સ્પીડથી અકસ્માત (Accident) થયો

વડોદરામાં આ અકસ્માત (Accident)માં 15 વર્ષના અણમોલ સોની (Anmol Soni) નું સ્થળ પર જ મોત થયું છે. આ સગીર પોલીસ કર્મચારીનો પુત્ર હોવાની માહિતી મળી છે. તેના પિતા વડોદરા પોલીસમાં સ્પેશ્યલ બ્રાન્ચમાં ફરજ બજાવે છે. જ્યારે અન્ય બે સગીરને ગંભીર ઇજા થઈ છે અને તે જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ (Private Hospital)માં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના સીસીટીવી (CCTV) દ્રશ્યો સામે આવ્યા છે. કાર રિવર્સ કર્યા બાદ ફૂલ સ્પીડે બાઇક અથડાઈ છે. સગીર હેલમેટ વગર બાઇક ચલાવી રહ્યા હતા. જો સગીરે હેલમેટ પહેર્યુ હોત તો તે જીવતા હોત.

 

CCTV ફૂટેજમાં અકસ્માત સ્પષ્ટ દેખાયો

આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કાર ધીમે-ધીમે રિવર્સમાં જઈ રહી છે. આ જ સમયે બાઇક જબરદસ્ત સ્પીડે આવે છે. તે કારના પાછળના ભાગ સાથે અથડાય છે. મૃતક સગીર દંતેશ્વર વિસ્તારમાં આવેલા વિષ્ણુનગરનો રહેવાસી હતો. તેણે તાજેતરમાં જ દસમા ધોરણમાં પરીક્ષા આપી હતી. આ ઘટનાને નજરે જોનારા પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે અમે અહીંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે જોયું કે કારચાલક ગાડીમાં બેસીને ગાડી ધીમે-ધીમે રિવર્સમાં લઈ રહ્યો છે. તે જ સમયે ત્રણ બાઇક સવારો તેની કારમાં ઘૂસી ગયા હતા. આ બાઇકની સ્પીડ એટલી હતી કે તેઓ બ્રેક મારી શકે તે પહેલાં જ કારમાં ઘૂસી ગયા હતા.

સગીર બાઇકચાલક પૂરઝડપે આવતો હતો

આ અકસ્માતમાં બાઇકચાલક (Biker)નો જ વાંક હતો. તેની સ્પીડ (Overspeed) જબરદસ્ત હતી. શહેરમાં વાહન ચલાવવું હોય તો આવી સ્પીડ ક્યાંથી ચાલે. આટલું ઓછું હોય તેમ તેણે હેલમેટ પણ પહેર્યુ ન હતુ. આ સિવાય સગીર હોવાથી તેની પાસે લાઇસન્સ પણ ન હતુ. દર વખતે કારચાલકનો જ વાંક હોય તેવું ન હોય.

કારચાલક કેયુરભાઈએ જણાવ્યું હતું કે હું ખરીદી કરીને બહાર આવ્યો હતો અને કાર રિવર્સમાં લઈ રહ્યો હતો. આ સમયે એક બાઇક પૂરઝડપે આવ્યું અને પાછળ મારી કારમાં ઘૂસી ગયું. બાઇક સવારે પાછું હેલ્મેટ પણ પહેર્યુ ન હતુ. તેના કારણે તેને ગંભીર ઇજા થઈ. બાઇક પર ત્રણેય સગીરો મસ્તી કરતાં-કરતાં ફૂલ સ્પીડમાં આવતા હતા.


આ પણ વાંચો: તરસાલીમાં ડમ્પરની બેફામ ઝડપે લીધો એક્ટિવા સવાર યુવકનો જીવ

આ પણ વાંચો: સાવલી-ઉદલપુર રોડ બે બાઈક સામ-સામે અથડાઈ, એકજ ગામના બન્ને યુવાનોના મોત

આ પણ વાંચો: વડોદરા સાવલી HPCL ચોકડી પાસે અકસ્માતઃ ડમ્પર વીજલાઇનને અડી જતાં બેના સળગી જતાં મોત