Gujarat/ આંબરડી સફારી પાર્કમાં એશિયન સિંહની સૌથી મોટી પ્રતિમા સ્થાપિત કરાઇ

એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે જાગૃતિ લાવવા અને તેના સુખાકારી માટે ગાંધીનગરમાં ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (TCGL) એ વિશ્વની સૌથી મોટી એશિયાટિક સિંહ ગૌરવ પ્રતિમા સ્થાપિત કરી છે.

Top Stories Gujarat

એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે જાગૃતિ લાવવા અને તેના સુખાકારી માટે ગાંધીનગરમાં ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (TCGL) એ વિશ્વની સૌથી મોટી એશિયાટિક સિંહ ગૌરવ પ્રતિમા સ્થાપિત કરી છે.આ અદભૂત પ્રતિમાં પર્યટકોને આકર્ષીત કરી શકે છે, પ્રતિમાના માપની વાત કરીએ તો તે 165 ફૂટની લંબાઇ અને 68 ફૂટ પહોળાઇમાં આકાર પામી છે.જે અદભૂત લાગે છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રતિમા ખુબ આકર્ષિત જાેવા મળી રહી છે. સિંહ અને સિંહણની આકૃતિમાં પૂછડીની સાઇઝ 82 ફૂટ છે. નાકથી પૂંછડી સુધીની લંબાઇ 60 ફૂટ સાથે સિંહનું શિલ્પ 31 ફૂટની ઊંચાઈ ધરાવે છે, જ્યારે સિંહણનું શિલ્પ 46 ફૂટની નાકથી પૂંછડી સુધીની લંબાઈ સાથે 21 ફૂટની ઊંચાઈ ધરાવે છે.બે બચ્ચા શિલ્પોની ઉંચાઈ 9.6 ફૂટ છે જેમાં નાકથી પૂંછડીની લંબાઈ 16.5 ફૂટ અને 8.6 ફૂટની ઊંચાઈ નાકથી પૂંછડીની લંબાઈ 22 ફૂટ છે. આ પ્રભાવશાળી શિલ્પ ફેરોસમેન્ટ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું અને મંગળવારે આંબરડી સફારી પાર્ક, ખોડિયાર ડેમ, ધારી, ગુજરાત ખાતે સ્થાપિત કરવામાં આવ્યું હતું, અને મંગળવારે એક રેકોર્ડ બનાવ્યો હતો. શિલ્પકારો, આનંદ ટિકે અને મયુર વાકાણીની ટીમે આ પ્રતિમાને આકાર આપીને સ્થાપિત કરી હતી