Gujarat News : રાજ્યમાં હાલ ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રિની મોજ માણી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ તરફથી ખૈલેયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રિના બાકીનાં નોરતાંમાં ખેલૈયાઓનો ખેલ બગાડે એવી વરસાદની શક્યતા છે.
આજે રાજ્યના સાત જિલ્લા છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં યેલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં માછીમારોને જયારે આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.જ્યારે આવતીકાલે, એટલે કે 28 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
એમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ છે.આવતી કાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, સુરતમાં પણ અતિથી અતિ ભારે વરસાદની આગાહી, કલેકટર અને મનપા સાથે પોલીસને એલર્ટ રહેવા સૂચના, NDRF અને SDRFને જાણ કરાઈ, હવામાન વિભાગ દ્વારા સતત મોનેટરીંગ કરવામાં આવી રહ્યું છે, જતો જતો વરસાદ ખેલ્યાના ખેલમાં ભંગ પાડી શકે છે.
જ્યારે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, ભરૂચ, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આજે અમદાવાદ સહિત રાજ્યમાં ગાજવીજ થવાની શક્યતા છે. અમદાવાદમાં આજે હળવો, જયારે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાંથી હાલ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. આ સિઝનમાં સરેરાશ 111 ટકા વરસાદ પડી ચૂક્યો છે, જેમાં ઉત્તર ગુજરાતમાં 119 ટકા, કચ્છ ઝોનમાં સરેરાશ 136 ટકા, સૌરાષ્ટ્રમાં 96 ટકા પૂર્વ-મધ્ય ગુજરાતમાં 113 ટકા, અને દક્ષિણ ગુજરાતમાં 117 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે આજે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્રને પણ સતર્ક કરવામાં આવ્યું છે. ગાજવીજ સાથેના વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહેલી છે, જેને લઈને નાગરિકોને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Dahegam News/દહેગામના બહિયલમાં અશાંતિ ફેલાવનારા તત્વોની પોલીસે આગવી સર્વિસ કરી
આ પણ વાંચો: Dahegam News/દહેગામ તાલુકામાં મોડી રાત્રે જૂથ અથડામણ મામલે શંકાસ્પદ 60 થી વધુ લોકોની અટકાયત
આ પણ વાંચો: Dahegam News/દહેગામમાં જૂથ અથડામણમાં 8 સામે ફરિયાદ બાદ અંતે વળતી ફરિયાદ
