દુર્ઘટના/ વિજરખી ફાયરિંગ રેન્જમાંથી છૂટેલી ગોળી શ્રમિકને વાગી, ખેતમજૂરોમાં ભયનો માહોલ

જામનગર તાલુકાના વિજરખી ગામ ફાયરિંગ રેન્જ આવેલી છે. અહીં ખાતે વિક્રમ શિયાર નામની વ્યક્તિની વાડીએ મજૂરી કામ કરતાં મજૂરનાં પગમાં ગોળી વાગી હતી.

Gujarat Others
  • જામનગર:ખેત મજૂરી કરતા શ્રમિકને વાગી ગોળી
  • વીજરખી ફાયરિંગ રેન્જની ઘટના
  • 108ની મદદથી જી.જી. હોસ્પિટલ ખસેડાયો
  • શ્રમિકને પગમાં ગોળી વાગી હોવાના અહેવાલ
  • સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ

જામનગર નજીકના વિજરખી ફાયરીંગ રેન્જ પાસે ખેતી કામ કરતા મજૂર ને અચાનક ગોળી વાગી હતી. મૂળ એમપીના પરપ્રાંતિય મજુરને ખેત કામ કરતી વખતે પગમાં ગોળી વાગતા અફરાતફડી મચીગાઇ હતી. ઘાયલ ખેત મજૂર ને ગોળી વાગતા 108 મારફત જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર તાલુકાના વિજરખી ગામ ફાયરિંગ રેન્જ આવેલી છે. અહીં ખાતે વિક્રમ શિયાર નામની વ્યક્તિની વાડીએ મજૂરી કામ કરતાં મજૂરનાં પગમાં ગોળી વાગી હતી. ખેત મજૂર મૂળ એમ.પીના રહેવાસી અને હાલ વિજરખી વાડી વિસ્તારમાં પરપ્રાતિય મજૂર તરીકે કામ કરે છે. જેને  નજીકમાં આવેલી ફાયરિંગ પ્રેક્ટિસ રેંજમથી આવેલી ગોળી અચાનક તેને અચાનક પગમાં આવી ને વાગી હતી. ખેતમજૂર ને તાત્કાલિક સારવાર માટે 108ની મદદ થી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.

વાડી માલિકના જણાવ્યા અનુસાર ફાયરિંગ પ્રેક્ટિસ બંધ કરવા અથવા તો અન્ય જગ્યાએ ખસેડવા બાબતે ઉચ્ચ કક્ષાએ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈ હાલ તો ખેતમજૂરોમાં  ડર નો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

દારૂ પાર્ટી/ માનપુરા ગામેથી દારૂની મહેફિલ માણતા યુવકો સાથે ધનાઢ્ય પરિવાની 10 જેટલી યુવતીઓ પણ ઝડપાઇ