Ahmedabad News: અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સેટેલાઈટ અને એસજી હાઈવે પર SMC Raid ને લઈને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે spa અને વેલનેસ સેન્ટરોમાં દરોડા પાડીને દેહ વ્યાપારની આશંકાના આધારે અનેક યુવતીઓ અને ગ્રાહકોને ઝડપી પાડ્યા છે. તાજેતરમાં મનપસંદ જુગારધામ પર થયેલી મોટી કાર્યવાહી બાદ હવે SMCની આ કાર્યવાહી શહેરમાં ચર્ચાનો વિષય બની છે.
SMCનો મેગા એક્શન, સેટેલાઈટ-એસજી હાઈવેના spa સેન્ટરોમાં દરોડા
સ્ટેટ મોનિટરિંગ સેલની અલગ-અલગ ટીમોએ સેટેલાઈટ અને એસજી હાઈવે વિસ્તારમાં આવેલા ચારથી પાંચ સ્પા સેન્ટરો પર એકસાથે દરોડા પાડ્યા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, કેટલાક સ્પા સેન્ટરોમાં સ્પા અને વેલનેસ સેન્ટરની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જેના આધારે અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો: દેહવ્યપારનું કલંક દૂર કરવા વાડિયા ગામની દીકરીઓએ કર્યું આવું, જાણીને તમને પણ થશે ગર્વ
આ પણ વાંચો: અમદાવાદમાં હિરોઈન બનાવવાની લાલચ આપીને સગીરાને દેહ વ્યાપારમાં ધકેલી, રેકેટનો પર્દાફાશ
