સુલેમાન ખત્રી , છોટાઉદેપુર @મંતવ્ય ન્યૂઝ
બોડેલી ખાતે શીખ સમુદાયના બે વેવાઇઓ વચ્ચેના આંતરિક ઝઘડા ને લઇ ડંડા અને તલવાર વડે હુમલાનો બનાવ બન્યો હતો. જેમાં તલવારો લઈ નીકળતા લોકોમા ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. બોડેલી પોલીસ મથકે સામસામે ફરિયાદો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
બોડેલી અલીપુરા સ્થિત સરકારી દવાખાના પાસે બનેલા બનાવ અંગે બોડેલી પોલીસ સ્ટેશને નોંધાયેલ ફરિયાદ મુજબ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે રહેતા ગુરુમુખસીંગ હજુરસીંગ સીકલીગરની દિકરી અમુતાકૌર નાં લગ્ન પંચમહાલના જાંબુઘોડા રોહિત ફળિયામાં રહેતા ખન્નાસીંગ નાનકસીંગ દુધાણીનાં દિકરા ગુરુચરણસીંગ સાથે થયેલા છે. જેઓ અલગ રહેવા માંગતાં હતાં.
તેનાં કારણે ઝઘડાઓ થયેલ તેના સમાધાન માટે બોલાવ્યા હોય ગુરુમુખસીંગ હજુરસીંગ સીકલીગર તેમનાં દિકરા સંતોકસીંગ સાથે તેમની બોલેરો ગાડી લઇને બોડેલીના અલીપુરા ખાતે રહેતા તેમનાં મામા કમલસીંગ પ્રતાપસીંગ સીકલીગરનાં ઘરે આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં વેવાઇ ખન્નાસીંગ દુધાણીના પુત્ર રવીન્દરસીંગનો ફોન સંતોકસીંગ સીકલીગર પર આવ્યો હતો. અને ગાળો બોલી તમો જાંબુઘોડા આવવાનું જણાવતાં સંતોકસીંગે અલીપુરા ખાતે રહેતા મામા કમલસિંગના ઘરે આવીએ છીએ તેમ કહ્યું હતુ.

તેઓ મામા કમલસિંગ ના ઘરે પહોંચે તે પહેલા જ અલીપુરા સરકારી દવાખાના સામે વેવાઈ ખન્નાસીંગ અને તેમના બે પુત્રો રઘુવીરસીંગ તથા રવીન્દરસીંગ નાઓએ તેમની બોલેરો ગાડી સામ સામે આવી જતા બોલા ચાલી થઈ હતી, અનેખન્નાસીંગ દુધાણી હાથમાં ડંડો અને તેનો પુત્ર રવીન્દરસીંગ દુધાણી હાથમાં તલવાર લઈ ગાળો બોલી ધમકી આપી હતી.જેથીગાડીમાંથી નીચે ઉતરી હુમલો કરી ખન્નાસીંગે તેનાં વેવાઇ ગુરુમુખસીંગ સીકલીગરને મોઢા પર તેમજ સંતોકસીંગ સીકલીગરમાથાના ભાગે ડંડો મારી ઇજા પહોંચાડી હતી.
ફરિયાદી બાપ – દિકરા જીવ બચાવવા ભાગ્યા હતા ત્યારેરવીન્દરસીંગ દુધાણી તલવાર લઈને તેમની પાછળ પડતા રસ્તા પરથી પસાર થતા લોકો હેબતાઈ ગયા હતા,પરંતુ જીવ બચાવવા ભાગેલા ફરિયાદી બાપ – દિકરો તેના મામા કમલસીંગ પ્રતાપસીંગ સીકલીગર નાં ઘરે પહોંચી ગયા હતા. ત્યારબાદ ગુરુમુખસીંગ સીકલીગર બોડેલી પોલીસ મથકે જઇ પોલીસને સમગ્ર બનાવ અંગેની જાણકારી પોતાની ફરિયાદ નોંધાવી હતી.તો સામા પક્ષે જાંબુઘોડા ખાતે રહેતા ખન્નાસીંગ નાનકસીંગ દુધાણી તેમના બે પુત્રો રઘુવીરસીંગ તથા રવીન્દરસીંગનાઓએ પણ તેઓ તેમની બોલેરો ગાડી માં બેટરી નંખાવવા બોડેલી આવતા હતા.

તે દરમિયાન વેવાઇ ગુરુમુખસીંગ સીકલીગર અને તેનાં દિકરા સંતોકસીંગે તેમની ગાડી સામે ઉભી કરી દઇ તલવાર સાથે ગાડીમાંથી ઉતરી સંતોકસીંગે ખન્નાસીંગ દુધાણી પર હુમલો કરી ડાબા હાથની કલાઇ ઉપર અને બે આંગળીઓ ઉપર ઇજાઓ પહોંચાડી હતી. તેઓ ત્યાંથી ભાગી ગયા હતા અને સીધા દવાખાને પહોંચી ગયા હતા.જ્યારે માર ના ડરથી ભાગી ગયેલ પુત્ર રઘુવીરસીંગ થોડીવાર બાદ દવાખાને પહોંચી સારવાર લઇ રહેલા પિતા ખન્નાસીંગ દુધાણીને તેમની ગાડી ના કાચ પણ આ લોકોએ તોડી નાખ્યાનુ જણાવ્યું હતું. અને બોડેલી પોલીસ મથકે જાણ કરી પોતાની ફરિયાદ નોંધાવી હતી. આમ,બોડેલીના અલીપુરા દવાખાના સામે બે વેવાઇઓનાં આંતરિક ઝઘડા ને લઇ ડંડા અને તલવારો વડે એકબીજા પર હુમલો થયાના બનાવની સામસામે થયેલ ફરિયાદો બાબતે બોડેલી પોલીસે બંને પાર્ટીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બોડેલીના ચારરસ્તા પાસે થયેલા અંદરો અંદરના ઝગડામા તલવારો નીકળતા આ વિસ્તાર ના લોકો મા ભય નો માહોલ ફેલાઈ ગયો હતો.

