સુરત
સુરતમાં અવારનવાર તોફાની તત્વો દ્રારા ખુલ્લેઆમ આતંક ફેલાવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એકવાર સુરત શહેરના સચિન વિસ્તારમાં રાજ અભિષેક સિટી હોમ સોસાયટી વધુ એક ઘટના સામે આવી છે.
સુરતની રાજ અભિષેક સિટી હોમ સોસાયટીનાં વાહનોમાં તોફાની તત્વોએ મોડી રાત્રે ૨૦ બાઈક અને ૩ કારને આગચંપી કરી હતી. તોફાની તત્વોએ મોડી રાત્રે ખુલ્લેઆમ બાઈકો અને કારને આગચાંપી હતી. આ મામલે સોસાયટીના લોકોને જાણ થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જો કે પોલીસને જાણ થતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તોફાની તત્વો સામે વધુ તપાસ હાથ ધરી હતી.
