ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ નામશેષ થવા ઉપર છે. પરંતુ હજુ નામશેષ થયો નથી. પરંતુ કેટલાક લોકોએ નક્કી જ કરી લીધું છે કે હવે કોરોના જતો રહ્યો છે. આવું જ કઈક દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા કતવારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં યોજવામાં આવેલા કુટુંબ નિયોજનના કેમ્પમાં જોવા મળ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા યોપ્જવામાં આવેલા આ કેમ્પમાં આરોગ્યની કાળજી જ ભૂલી ગઈ હતી. એકજ વાહનમાં ઘેટા બકરાની જેમ મહિલાઓને ભરીને લાવવામાં આવી હતી. અને પાછી મુકવામાં આવી હતી. નિયમ પ્રમાણે દિવસના 30 ઓપરેશન થઈ શકે ત્યાં 150 જેટલા ઓપરેશન કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા યોજવામાં આવેલા કુટુંબ નિયોજનના ઓપ.કેમ્પ આરોગ્ય વિભાગ જ આરોગ્યને લગતા નિયમોનું ભાન ભૂલ્યુ હતું. આ કેમ્પમાં સો.ડિસ્ટન્સનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. દર્દીઓના ટોળે ટોળા જોવા મળ્યા હતા.
આ કેમ્પમાં ઓપરેશન પછી મહિલા દર્દીઓની હાલત કફોડી બની હતી. વાન, રીક્ષા સહિત વાહનોમાં ઘેટાબકરાની જેમ દર્દી ણે લાવવા અને લઇ જવામાં આવ્યા હતા. નિયમ પ્રમાણે દિવસના 30 ઓપરેશન થઈ શકે છે. પરંતુ આ કેમ્પમાં 150 ઉપરાંત મહિલાઓના ઓપરેશન થયા હોવાનું સામે આવ્યું છે.
Election / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા નક્કી, આટલી રકમથી વધુ ખર્ચ નહિ કરી શકે
જૂનાગઢ / નારાજ નીતિન ફળદુએ ભાજપનો સાથ છોડ્યા બાદ આજે પકડ્યો કોંગ્રેસનો હાથ
Political / હવે ભાજપની ગુજરાતમાંથી વિદાય નિશ્ચિત છે : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
