ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોઈ પણ ચૂંટણી હોય પોતાની ઉંમર ભૂલીને સક્રિય મોડમાં આવી જાય છે. ગત વિધાનસભાની પેટા ચૂંટણી હોય કે રાજ્યસભાની ચૂંટણી હોય દરેક વખતે તેમને સક્રિય ભૂમિકા ભજવી છે.
હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ તે સક્રિય જોવા મળી રહ્યા છે. ભલે કોઈ જ રાજકીય પાર્ટીનો ભાગ નથી પરંતુ આજે પણ ગુજરાત રાજનીતિના મહારથી અને વરિષ્ઠ કે ચાણક્ય કહી શકાય તેમ છે. વગર કોઈ પાર્ટીએ પણ આ ચૂંટણીમાં પણ છેલ્લા બે દિવસથી સમાચારોમાં હેડ લાઈન બની ચમકી રહ્યા છે. તેજ બહુ મોટી સિદ્ધિ છે.
Vaccine / ભારતમાં કોરોના વેક્સિન મુદ્દે ફાઇઝરની પીછેહઠ, કટોકટી ઉપયોગ માટે અરજી પાછી ખેંચી
Election / ભાજપમાં અમદાવાદ કોર્પોરેશન માટે લઘુમતીની બાદબાકી
સતત આજે ત્રીજા દિવસે પણ મીડીયાએ નોધ લેવી પડે તેવા ટ્વીટ સાથે તેઓ સક્રિય રહ્યા છે. આજ રોજ સોશિયલ મીડિયામાં તેમણેસત્તાધારી ભાજપ પર બરાબર નિશાન તાકીને વેધક ટ્વીટ કર્યું છે. પોતામાં ટ્વીટમાં તેમણે લખ્યું છે કે, ગુજરાત આઝાદી પૂર્વે થી એક વિકસિત રાજ્ય છે અને ગુજરાતીઓના લોહીમાં વિકાસ છે. વિકાસ એક પ્રક્રિયા છે અને ભાજપને ગુજરાતના વિકાસમાં ભાજપનો કોઈ કોપી રાઈટ અધિકાર નથી. છેલ્લા કેટલાક સમયથી સરકારની નિષ્ફળતાને કારણે ગુજરાત પાછળ રહ્યું છે, પરંતુ હવે ભાજપની ગુજરાતમાંથી વિદાય નિશ્ચિત છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ તેમના કોંગ્રેસમાં જોડવા અંગે સમાચાર આવ્યા હતા. અને બાપુએ પણ નિવેદન આપી જણાવ્યું હતું કે, જો સોનિયા કહે તો વિના શરતે ભાજપમાં જોડવા માટે તૈયાર છુ. ત્યાર બાદ બીજા દિવસે અમદાવાદ ભાજપના એક કાઉન્સીલર કે જેમને ભાજપે ટીકીટ નથીજ આપી તેને પણ બાપુએ ચા પીવા માટે સંપર્ક કર્યો હોવાનો દાવો કર્યો હતો.
હવે જોવું એ રહ્યું કે 80 વર્ષને ઉંબરે પહોચેલા બાપુ ગુજરાતના રાજકારણમાં કયા નવા ફણગા ફૂંકે છે….
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
