ફાઈઝરએ ભારતમાં તેની કોવિડ -19 રસીના કટોકટી ઉપયોગ માટે મંજૂરી માટેની અરજી પાછી ખેચવાનો નિર્ણય કર્યો છે. ફાઇઝર દેશની પ્રથમ ફાર્માસ્યુટિકલ કંપની છે જેણે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) પાસેથી તેની કોવિડ -19 રસી માટે ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન મેળવ્યું હતું, જેને યુકે અને બહેરિનમાં આવી મંજૂરી મળી હતી.
![]()
કંપનીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “કોવિડ -19 રસીના ઇમરજન્સી ઉપયોગ માટેના ઓથોરિટીના અનુસંધાનમાં, ફાઈઝરે 3 ફેબ્રુઆરીએ ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીની સબજેકટ એક્સપર્ટ કમિટીની બેઠકમાં ભાગ લીધો હતો. મીટિંગની ચર્ચા વિચારણા અને રેગ્યુલેટરને વધારાની માહિતીના આધારે, કંપનીએ આ સમયે તેની અરજી પાછી લેવાનો નિર્ણય લીધો છે.

Election / ભાજપમાં અમદાવાદ કોર્પોરેશન માટે લઘુમતીની બાદબાકી
Election / કોંગ્રેસે ભાવનગર મનપાનાં 11 વોર્ડ માટે 24 ઉમેદવારોની યાદી કરી જાહેર
બે દિવસ પહેલા એક્સપર્ટ કમિટીએ ટ્રાયલ રિપોર્ટ માગ્યો હતો. હવે ફાઇઝરે રિપોર્ટની માગણી બાદ મંજૂરીની અરજી પાછી ખેંચી છે. કંપનીએ ફરીથી અરજી કરવાનો નિર્ણય કર્યો છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફાઇઝર વધારાની માહિતી સાથે તેની મંજૂરી અરજીને ફરીથી રજૂ કરશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
