Not Set/ હેમંત ચૌહાણ મામલનાં કારણે શંકાનાં ઘેરામાં ભાજપનું સદ્સ્યતા અભિયાન

હજુ બે દિવસ પહેલાં મોટાઉપાડે ગુજરાતના લોક કલાકારો ભાજપમાં જોડાયાની જાહેરાત થઇ હતી. પણ તેમાંથી એક લોકગાયક હેમંત ચૌહાણે એક વિડીયો જાહેર કરીને આ સદસ્યતા અભિયાનનું સુરસુરીયુ કરી દીધુ છે. ચૌહાણે કહયુ કે અમે તો અભિનંદન આપવા ગયા હતા અને જાહેરાત કરી દેવાઇ કે ભાજપમાં જોડાઇ ગયા છે. ગુજરાતના જાણીતા કલાકાર હેમંત ચૌહાણના એક વિડીયોએ […]

Top Stories Gujarat

હજુ બે દિવસ પહેલાં મોટાઉપાડે ગુજરાતના લોક કલાકારો ભાજપમાં જોડાયાની જાહેરાત થઇ હતી. પણ તેમાંથી એક લોકગાયક હેમંત ચૌહાણે એક વિડીયો જાહેર કરીને આ સદસ્યતા અભિયાનનું સુરસુરીયુ કરી દીધુ છે. ચૌહાણે કહયુ કે અમે તો અભિનંદન આપવા ગયા હતા અને જાહેરાત કરી દેવાઇ કે ભાજપમાં જોડાઇ ગયા છે.

ગુજરાતના જાણીતા કલાકાર હેમંત ચૌહાણના એક વિડીયોએ ખળભળાટ મચાવી દીધો છે. આ વીડીયોથી ભાજપના સદસ્યતા અભિયાન પર સવાલ ઉભો થઇ ગયો છે. જો કે હમણાં થોડા સમય અગાઉ જ હેમંત ચૌહાણ સહીત અનેક કલાકારો ભાજપના સ્ટેજ પર ખેસ પહેરતા જોવાયા હતા..પણ હવે હેમંત ચૌહાણ કહે છે કે, અમે તો અભિનંદન આપવા ગયા હતા અને જાહેરાત કરી દેવાઇ કે, તેઓ ભાજપમાં જોડાયા છે. આ વીડયોમાં તેમણે સ્પષ્ટતા કરી કે હું કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાઈને તેમની નામના હલકી કરવા માગતા નથી. કલાકારોનો કોઈ પક્ષ નથી હોતો અને હું તો માણસનો માણસ છું.

હેમંત ચૌહાણના વિડીયો બાદ ભાજપે પણ તેની થીયરી જાહેર કરી. ભાજપ કહે છે કે ભાજપના સંગઠન પર્વ અંતર્ગત ઉત્તર ગુજરાતના 20થી વધુ કલાકારો ભાજપમાં જોડાયા છે. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં ભાજપના હોદ્દેદારોની હાજરીમાં તમામ કલાકારો જોડાયા છે. એટલુ જ નહી તેમણે તેમના ફોલોઅર્સને પણ ભાજપમાં જોડાવવાની અપીલ કરી છે.

હવે સાચુ શું ? આ ઘટનાએ ભાજપના સદસ્યતા અભિયાનને ઘેરામાં લઇ લીધુ છે. કારણ કે છેલ્લા કેટલાય સમયથી આ સદસ્યતા અભિયાન અંતર્ગત કલાકારો, વકીલો સહીત નામાંકિત હસ્તીઓ ભાજપમાં જોડાયાની જાહેરાતો થઇ ચૂકી છે. અને હજુ પણ આ સિલસિલો ચાલુ જ છે. પણ હેમંત ચૌહાણના વિડીયોએ સદસ્યતા અભિયાન પર સવાલ ઉભો કરી દીધો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.