Republic day/ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કમલમ ખાતે કર્યું ધ્વજવંદન, દેશના લોકો લોકશાહિ માટે સમર્પિત અને જતન માટે મજબૂતાઇથી ઉભા છે

1950 ના વર્ષમાં આપણા દેશનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. ભારતના કેટલાય વિરપુત્રો અને સ્વતંત્રસેનાનીઓએ ઘણો સંઘર્ષ કરી દેશને આઝાદી અપાવી છે

Top Stories Gujarat

CR Patil hoisted the flag at Kamalam:   આજે દેશભરમાં 74માં ગણતંત્ર દિવસને લોકો એક સાથે આનંદ અને ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધ્વજ વંદન કરવામાં આવ્યું જેમાં પક્ષના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું.આજે આ દિવસે 1950 ના વર્ષમાં આપણા દેશનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. ભારતના કેટલાય વિરપુત્રો અને સ્વતંત્રસેનાનીઓએ ઘણો સંઘર્ષ કરી દેશને આઝાદી અપાવી છે.

 પાટીલ સાહેબે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, (CR Patil hoisted the flag) પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે 74માં પ્રજાસત્તાક દિનની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષ પણ ઘામઘૂમથી કરવામાં આવી. આજે પ્રજાસત્તાક દિને ડો. બાબા સાહેબ આંબેડકરજીના બંધારણને લાગુ કરવામાં આવ્યુ હતું . 15 મી ઓગષ્ટ આપણો દેશ સ્વતંત્ર થયો હતો અને 26મી જાન્યુઆરીને રોજ બંઘારણને લાગુ કર્યા પછી આપણે આજના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ.

ડો.બાબા સાહેબ આબેડકરજીએ (CR Patil hoisted the flag) જે બંધારણ બનાવ્યુ હતું તે આજે પણ સુદ્રઢ રીતે ચાલી રહ્યુ છે તેમાં કોઇ પણ નાનો ફેરફાર કરવાની જરૂર પડી નથી. આજે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો લોકશાહી વાળો આપણો ભારત દેશ છે તે આજે પણ ગર્વ થી કહી શકીએ છીએ. કેટલાક લોકો મજાક કરતા હતા કે લોકશાહી ભારતની પ્રજાને પોસાસે નહી પરંતુ આ દેશના લોકોએ સાબિત કર્યુ છે કે આ દેશના લોકો લોકશાહિ માટે સમર્પિત છે અને લોકશાહિના જતન માટે મજબૂતાઇથી ઉભા રહ્યા છે.

આજે દેશના સર્વાંગી વિકાસ માટે દેશના દરેક નાગરિકનો ફાળો છે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ વિકાસની નવી ઉંચાઇએ આગળ વધી રહ્યો છે. આખા દેશના લોકો સાથે મળી આગળ લઇ જવા પ્રયત્ન કરશે તો ચોક્કસ દેશ ખૂબ આગળ જશે તેવો વિશ્વાસ છે દેશને સ્વતંત્ર કરવામાં ઘણા નામી અનામી વિરોએ શહિદી વ્હોરી છે અનેક લોકોએ પોતાની યુવાની જેલમાં વિતાવી અને અંગ્રેજોના દમન સહન કર્યા કેટલીય માતાએ તેમના પુત્રને દેશની આઝાદી અપાવવા હસતા મોઢે સુડ઼ીએ ચડતા જોયા છે આપણા દેશને આગળ લઇ જતા કોઇ નહી રોકી શકે. આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે ગુજરાતના દરેક નાગરીકને શુભેચ્છા પાઠવું છું

New Delhi/26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આ છે તફાવત, જાણો