Surendranagar News/ સુરેન્દ્રનગરના લીંબડી આર.આર. હોસ્પિટલમાં દર્દીઓની ભીડ, તાવ-શરદીના કેસોમાં વધારો

સુરેન્દ્રનગર (Surendranagar) ના લીંબડી આર.આર. હોસ્પિટલમાં તાવ, શરદી-ઉધરસ અને વાયરલ બીમારીઓના કેસોમાં વધારો નોંધાયો છે.

Top Stories Gujarat
Surendranagar

Surendranagar News: વરસાદી સિઝન વચ્ચે બદલાતા વાતાવરણની અસર હવે લોકોના આરોગ્ય પર જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સ્થિત આર.આર. હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

હોસ્પિટલના OPD વિભાગમાં સારવાર માટે દર્દીઓની લાંબી લાઇનો જોવા મળી રહી છે. ખાસ કરીને તાવ, શરદી-ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે.

વરસાદી વાતાવરણ અને ઋતુ પરિવર્તનને કારણે વાયરલ બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે સામાન્ય તાવથી લઈને શરદી-ઉધરસના દર્દીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચી રહ્યા છે.

ડોક્ટરો દ્વારા લોકોને આરોગ્ય પ્રત્યે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. સાથે જ તાવ, શરદી કે અન્ય લક્ષણો જણાય તો બેદરકારી ન રાખી સમયસર સારવાર લેવા સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોએ વધુ કાળજી રાખવાની જરૂર હોવાનું તબીબોએ જણાવ્યું છે.


આ પણ વાંચો: રાજકોટમાં મિશ્ર ઋતુમાં રોગચાળો વકર્યો, તાવ-શરદીના કેસમાં મોટો વધારો

આ પણ વાંચો: અમદાવાદમાં ચોમાસા વચ્ચે રોગચાળો બેકાબૂ! ડેન્ગ્યૂના કેસોમાં 5 ગણો ઉછાળો

આ પણ વાંચો: ગોતામાં ઝાડા-ઊલટીનો રોગચાળો ફેલાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં