VADODRA NEWS/ વડોદરામાં સગીરા પર સાવકા પિતાએ બે વાર દુષ્કર્મ આચર્યું, બદનામી થશે કહી પોલીસે ફરિયાદ ન નોંધી

સાવકા પિતા સામે ફરિયાદ નોંધાવવા માટે સગીરા અને તેની માતાને જિલ્લા પોલીસ વડા સુધી રજૂઆત કરવા જવું પડ્યું હતું

Top Stories Gujarat Vadodara

Vadodra News :  વડોદરામાં ભાયલી ખાતે સામૂહિક  બળાત્કારની ઘટના હજી ભુલાઈ નથી ત્યાં ડભોઈમાં સાવકા પિતાએ જ સગીરા પર દુષ્કર્મ આચરચા ચકચાર મચી છે. નવાઈની વાત એ છે કે પોલીસે ફરિયાદ લેવાને બદલે સગીરાને સલાહ આપી હતી. જેમાં માતા દિકરીને બદનામી થશે, એમ કહીને ફરિયાદ લીધી ન હતી. સાવકા પિતાએ સગીરા પર બે વાર દુષ્કર્મ આચર્યું હતું અને આ બાબતની જાણ કોઈને ન કરવાની ધમકી આપી હતી.

બીજીતરફ  પોલીસે આરોપીને બોલાવી ભાગી જવાનું કહ્યું હોવાનો પણ આક્ષેપ પીડિતાએ કર્યો છે. સાવકા પિતા સામે ફરિયાદ નોંધાવવા માટે સગીરા અને તેની માતાને જિલ્લા પોલીસ વડા સુધી રજૂઆત કરવા જવું પડ્યું હતું. વડોદરા જિલ્લા પોલીસવડા રોહન આનંદને રજૂઆત કરતા પીડિતાએ જણાવ્યું હતું કે, મારી સાથે બે-બે વાર દુષ્કર્મ આચારનાર કાકાને ફાંસીની સજા જ થવી જોઇએ. ડભોઇમાં શ્રમજીવી પરિવારમાં બનેલી ઘટના અંગે મળતી માહિતી મુજબ, સગીરાના પિતાનું 11 વર્ષ પૂર્વે અવસાન થયું હતું. તે બાદ સગીરા તેની માતા અને ભાઈ સાથે ડભોઇમાં રહેતી હતી. તેઓની સાથે છેલ્લાં સાત વર્ષથી વિધવા માતાના પતિ તરીકે લાલા વસાવા સાથે રહેતો હતો. સગીરાની માતા મજૂરી કામે જાય ત્યારે લાલા વસાવા પોતાની દીકરી સમાન સગીરા ઉપર દાનત બગાડતો હતો અને અવારનવાર શારીરિક છેડછાડ કરતો હતો.

જિલ્લા પોલીસ વડાના આદેશ બાદ પોલીસે ફરિયાદ નોંધી.

માતા સાથે પતિ તરીકે રહેતા આરોપી લાલા વસાવાને સગીરા કાકા તરીકે બોલાવતી હતી. આરોપી વિધવા માતા સાથે પતિ તરીકે રહે તે સગીરાને બિલકુલ પસંદ નહોતું, પરંતુ સગીરા માતાનો લાલા વસાવાને ઘરમાં રાખવા સામે વિરોધ પણ કરી શકતી ન હતી.ડભોઇ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ત્રણ માસ પહેલાં સગીરા ઘરમાં એકલી હતી અને તેની માતા મજૂરી કામે ગઇ હતી. તે દરમિયાન હવસખોર લાલા વસાવાએ સગીરાની એકલતાનો લાભ લઇને દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં કોઇને આ બાબતની જાણ ન કરવા માટેની ધમકી આપી હતી. તે બાદ આરોપીએ ત્રણ દિવસ પૂર્વે પુનઃ એકવાર સગીરાની એકલતાનો લાભ લઇને મરજી વિરુદ્ધ ઘરમાંજ દુષ્કર્મ આચર્યું હતું. તે દિવસે પણ આરોપી લાલા વસાવાએ સગીરાને કોઇને જાણ ન કરવા માટે ધમકી આપી હતી.

ત્રણ દિવસ પહેલાં કાકાની હવસનો ભોગ બનેલી સગીરા ઘરમાં રડતી હતી. તે દરમિયાન ઘરે આવી પહોંચેલી નાનીએ સગીરાને રડવાનું કારણ પૂછતા તેણે લાલા વસાવાએ દુષ્કર્મ આચર્યું હોવાની કેફિયત રજૂ કરી હતી. તે જ સમયે મજૂરી કામેથી પરત ફરેલી સગીરાની માતાએ પણ દીકરીને રડવાનું કારણ પૂછતાં સગીરાએ આરોપી કાકાએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું.પોતાની સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચારનાર પતિ તરીકે રહેતા લાલા વસાવા સામે ફરિયાદ નોંધાવવા માટે માતા સગીરાને લઇને ડભોઇ પોલીસ મથકમાં પહોંચી હતી. પરંતુ ડભોઇ પોલીસે સગીરા અને તેની માતાને સમાજમાં બદનામી થશે તેવી વાત કરી હતી અને ફરિયાદ ન કરવા સમજાવ્યાં હતાં. ઉપરાંત આરોપીને પોલીસ મથકમાં બોલાવી કાયદાની ધમકી આપીને રવાના કરી દીધો હતો, પણ પોલીસ ફરિયાદ દાખલ કરી ન હતી.

ડભોઇ પોલીસ દ્વારા દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાની ફરિયાદ ન દાખલ કરતા આખરે સગીરા અને તેની માતા ગતરોજ (16 ઓક્ટોબર) બુધવારે જિલ્લા પોલીસ વડા રોહન આનંદને લેખિત રજૂઆત કરવા માટે આવ્યાં હતાં અને ફરિયાદ કરવાની માંગણી કરી હતી. દરમિયાન એસ.પી. રોહન આનંદે ડભોઇ પોલીસને દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાની ફરિયાદ દાખલ કરવા અને કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની સૂચના આપતા આખરે ડભોઇ પોલીસના PI કે. જે. ઝાલાએ સગીરાની ફરિયાદના આધારે લાલા વસાવાની સામે દુષ્કર્મનો અને ધમકી આપવાનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં હજી પણ મેઘસવારી અકબંધ, 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ, આજે પણ વરસાદની આગાહી

આ પણ વાંચો:વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજે ભારે વરસાદ પડશે, જાણો ક્યાં અપાયું છે એલર્ટ

આ પણ વાંચો:આગામી 24 કલાક ગુજરાત માટે ભારે! વરસાદે નથી લીધી વિદાય