Gujarat Weather News: ગુજરાતમાં વર્ષાનો (Gujarat Rain) કહેર હજુ અટક્યો નથી. ગઈકાલે સૌરાષ્ટ્ર ઝોન, અમરેલી, જામનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં વાદળછાયું વાતાવરણ (Cloudy Weather) જોવા મળ્યું હતું, ક્યાંક છુટોછવાયો વરસાદ પણ પડ્યો હતો. સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગે અરબી સમુદ્રમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
![]()
સુરત, નવસારી, તાપી, ડાંગ, અને વલસાડ,રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતાઓ છે. જ્યારે દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. અરબ સાગરમાં આવતીકાલથી સિસ્ટમ નબળી પડતા વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે પણ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ નોંધાયો હતો.

અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, દેવભૂમી દ્વારકા, અને અમરેલી સહિતના જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. સતત વરસી રહેલા વરસાદને પગલે કપાસ અને મગફળી સહિતના પાકોને ભારે નુકસાન થવાની શક્યતા છે. સિઝનનો 140 ટકાથી વધુ વરસાદ રાજ્યમાં નોંધાયો છે. 10થી વધુ જીલ્લાઓમાં મધ્યમ વર્ષાનું એલર્ટ આપવામાં આવ્યું છે. શિયાળાની ઋતુ બેસવાની તૈયારી છે તેમ છતા લોકોને ઠંડીની સાથે વરસાદનો પણ કડવો અનુભવ કરવો પડશે.
![]()
આ પણ વાંચો:રાજ્યમાં વરસાદ પોરો લેતો નથી, છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ
આ પણ વાંચો:આગામી 24 કલાક ગુજરાત માટે ભારે! વરસાદે નથી લીધી વિદાય
આ પણ વાંચો:મધ્ય ગુજરાતમાં મધ્યમ નહીં ગાજવીજ સાથે વરસાદ

