Gujarat Rainfall/ રાજ્યમાં વરસાદ પોરો લેતો નથી, છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં વરસાદની (Gujarat Rain) ધડબડાટી ચાલુ છે. નવરાત્રિ ગઈ અને દશેરા પણ ગઇ પણ વરસાદે વિદાય લીધી નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

Gujarat Top Stories Others Breaking News

Gandhinagar News: ગુજરાતમાં વરસાદની (Gujarat Rain) ધડબડાટી ચાલુ છે. નવરાત્રિ (Navratri) ગઈ અને દશેરા (Dussera) પણ ગઇ પણ વરસાદે વિદાય લીધી નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલકામાં ગુજરાતના 131 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરેન્દ્રનગરના દસાડામાં ત્રણ ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં ત્રણ ઈંચ અને ડાંગના આહવામાં પણ ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

સૌરાષ્ટ્ર  અને કચ્છ પંથકમાં વરસાદે અંતિમ રાઉન્ડમાં પણ ધમાકેદાર બેટિંગ જારી રાખી છે. કચ્છ ઉપરાંત, દ્વારકા, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં વરસાદે તેની ધુઆંધાર બેટિંગ ચાલુ રાખી છે. દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં બરોબરનો વરસાદી માહોલ જામ્યો છે. ગાજવીજ અને તેજપવન સાથે વરસાદી માહૌલ જામ્યો છે. ધોધમાર વરસાદ વરસવાના લીધે રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યું છે. માવઠારૂપી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત થયા છે. મગફળી, કપાસ જેવા પાકોમાં નુકસાનીની ભીતિ છે.

ઉત્તર ગુજરાતમાં  ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ જિલ્લા અને તેના મોટાભાગના તાલુકાઓને વરસાદે પાણીથી તરબતર કરી દીધા છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં જ વાતાવરણમાં અચાનક જ પલ્ટો આવ્યો છે. વિજયનગરમાં સવારથી વરસાદ વરસ્યો છે. વરસાદ વરસવાના લીધે પાકને નુકસાન થવાનો ડર છે. તેના લીધે ખેડૂતોમાં નિરાશા છે.

મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. વડોદરાના ડભોઈમાં ધીમી ધારે વરસાદ શરૂ થયા પછી ભારે પવન તેમજ ગાજવીજ સાથેવ રસાદી માહોલ જામ્યો હતો. ભારે પવન તેમજ ગાજવીજ સાથે વરસાદી માહૌલ જામતા લોકોને બફારાથી રાહત મળી હતી. વરસાદને સમગ્ર દક્ષિણ ગુજરાતને ઝપેટામાં લીધું છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ઓલપાડ, માંગરોળ, કીમમાં વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ઉમરપાડા, કોસંબા સહિતના વિસ્તારમાં પણ વરસાદ તૂટી પડ્યો છે. આ વરસાદ પાછો ભારે પવન સાથે પડ્યો છે. બરોબરનું ચોમાસું જામ્યો હોય તે પ્રકારનો વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 15 તાલુકામાં 2 ઈંચથી વધુ જ્યારે 33 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, પોરબંદર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, આણંદ, ખેડા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ધમાકેદાર બેટિંગ યથાવત

આ પણ વાંચો: મધ્ય ગુજરાતમાં મધ્યમ નહીં ગાજવીજ સાથે વરસાદ

આ પણ વાંચો: ઉત્તર ગુજરાતમાં ફરીથી જામ્યો વરસાદી માહોલ, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ વરસાદમય