Rajkot News: સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છ (Kutch)પંથકમાં વરસાદે અંતિમ રાઉન્ડમાં પણ ધમાકેદાર બેટિંગ જારી રાખી છે. કચ્છ ઉપરાંત, દ્વારકા, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં વરસાદે તેની ધુઆંધાર બેટિંગ ચાલુ રાખી છે. દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં બરોબરનો વરસાદી માહોલ જામ્યો છે. ગાજવીજ અને તેજપવન સાથે વરસાદી માહૌલ જામ્યો છે. આમ આસો મહિનામાં જ અષાઢી વાતાવરણ સર્જાયું છે. ધોધમાર વરસાદ વરસવાના લીધે રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યું છે. માવઠારૂપી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત થયા છે. મગફળી, કપાસ જેવા પાકોમાં નુકસાનીની ભીતિ છે.
આ ઉપરાંત અમરેલી શહેરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બપોર બાદ વાતાવરણ પલટાયું છે. વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો છે. અમરેલી શહેર ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદના પગલે ખેડૂતોના ચહેરા પર ચિંતાના વાદળો છવાયા છે. અમરેલીના વડિયામાં સળંગ બીજા દિવસે વરસાદી વાતાવરણ હતું. વીજળીના કડાકાભડાકા સાથે ધીમી ધારે વરસાદ પડ્યો હતો. ગઇકાલે અહી બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.
કચ્છના નખત્રાણામાં સળંગ બીજા દિવસે વરસાદ જોવા મળ્યો હતો. ભુજ, નખત્રાણા અને અબડાસામાં વરસાદ પડ્યો હતો. ભુજના દેશલપર અને કુરબઈ ગામે વરસાદ વરસ્યો હતો. નખત્રાણા તાલુકાના થરાવડા અને વિથોણમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.
રાજકોટ શહેરમાં પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ આવતા રોડ પર જાણે નહેર વહેતી હોય તેમ પાણી વહેવા લાગ્યા છે. શહેરના યાજ્ઞિક રોડ પર પાણી ભરાયા છે. જુદા-જુદા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે. આ ઉપરાંત જસદણમાં પણ વરસાદી વાતાવરણ જામ્યું છે. વાતાવરણમાં અચાનક જ પલ્ટો આવ્યો છે. ખારચીયા, હલેનડા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ખેડૂતોને પાક.માં ભારે નુકસાન જવાની ભીતિ છે. ભારે પવન સાથે વરસાદથી લોકોને હાલાકી પડી રહી છે.
આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં પણ વરસાદ જોવા મળ્યો છે. સુરેન્દ્રનગરના દસાડામાં પાટડી સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વાતાવરણમાં અચાનક જ પલ્ટો આવ્યા પછી મૂશળધાર વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ખેડૂતોને પાકમાં ભારે નુકસાનની સંભાવના છે. ભારે પવનની સાથે વરસાદ વરસતા વાહનચાલકોને હાલાકી છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે.
મોરબીમાં બપોર પછી માળિયા પંથકમાં વરસાદ પડ્યો છે. માળિયાના સરવડ ગામે વરસાદ પડ્યો છે. વરસાદના લીધે પાકને નુકસાન થયાનો ડર છે. તેના લીધે ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. જિલ્લામાં સળંગ બીજા દિવસે વરસાદ જામ્યો છે. ભવનાથ વિસ્તારમાં પણ અનેક સ્થળોએ વરસાદ પડતા પાણી ભરાયા છે. વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડયો છે. ખેડૂતોને ડર છે કે પાકને નુકસાન જશે. જિલ્લામાં હજી પણ વરસાદી વાતાવરણ છે.
રાજકોટનો ભાદર-1 ડેમ ઓવરફ્લો થયો છે. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના સાત દરવાજા સાત ફૂટ ખોલવામાં આવ્યા છે. નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. ઉપરવાસના લીધે ડેમમાંપાણીની આવક થઈ છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદથી PGVCLને નુકસાન, 13 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદથી જીવન અસ્તવ્યસ્ત
આ પણ વાંચો: મેઘાએ સૌરાષ્ટ્રને કર્યુ જળબંબાકાર, માણાવદરમાં 15 અને દ્વારકામાં 10 ઇંચ વરસાદ