ગુજરાત/ પઠાણી ઉધરાણીથી કંટાળી યુવાને ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો, જુઓ શું છે આખો મામલો

સુરત રેલ્વે સ્ટેશન ઉપર કોસંબાના મોબાઈલ વેપારીએ FB લાઈવ કર્યા બાદ ઝેર પી આત્મહત્યા માટે પ્રયાસ કર્યો હતો.

Gujarat Surat
  • સુરત:ફેસબુક લાઇવ કરી વેપારીએ દવા પીધી
  • કોસંબાના વેપારીએ ધમકીથી કંટાળી દવા પીધી
  • લેણદારોની ધમકીઓથી તંગ આવી દવા પીધી
  • બે પાનાંની સુસાઇડ નોટમાં નામો પણ લખ્યાં
  • વેપારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરત રેલ્વે સ્ટેશન ઉપર કોસંબાના મોબાઈલ વેપારીએ FB લાઈવ કર્યા બાદ ઝેર પી આત્મહત્યા માટે પ્રયાસ કર્યો હતો. વેપારીએ લેણદારોની પઠાણી ઉઘરાણી અને ધમકીથી કંટાળી આ પગલું ભર્યું હતું. હાલ તો આ વેપારીને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, કોસંબા ખાતે અમીન ફરીદભાઈ મુલતાની પરિવાર સાથે રહે છે. અમીન કોસંબા ખાતે મોબાઈલની દુકાન ચલાવતો છે. અમીને સુરત રેલ્વે સ્ટેશન ઉપર ફેસબુક લાઈવ કરી સુસાઇડ નોટ લખ્યા બાદ ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 5 વર્ષમાં લગભગ 60 લાખનું દેવું કરનાર અમીને કમાઈની પાય-પાય લેણદારોને આપીને 50 લાખનું દેવું ચૂકવી દીધું છે. છતાં 8-10 લેણદારો પૈકી કેટલાક ચેક બાઉન્સની ધમકી આપી હજી 7.60 લાખની ઉઘરાણી કાઢી વસૂલી માટે ફોન કરી રહ્યા છે.

આ બાબતને લઈ આખો પરિવાર માનસિક તણાવમાં રહે છે.  વારંવારની ધમકી અને કેસ કરી બદનામ કરવાની વાત કરતા લેણદારોની પઠાણી ઉઘરાણીથી કંટાળી આવું પગલું ભરવા મજબૂર બન્યો હતો. અમીન સુરત મોબાઈલની એસેસરીઝની ખરીદી માટે આવ્યો હતો. પરત ફરતી વેળાએ લેણદારોએ ફોન પર ધમકી આપી ઉઘરાણી કરતા કહ્યું કે કોસંબા આવ્યો તો જોઈ લેજે. જેના કારણે અમીને ડરના મારે કંટાળીને સુસાઇડ નોટ લખી ફેસબુક પર લાઈવ કર્યા બાદ ઝેરી દવા પી લીધી હતી. અમીનને રિક્ષામાં સારવાર માટે અજાણ્યા ઈસમો સિવિલ લઈ આવ્યા હતા. હાલ એની તબિયત સાધરણ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: