Godhra News : ગોધરાના નદીસર ગામની ગૌચર જમીનમાં ગેરકાયદે ખોદકામ કરવામાં આવ્યું હતું. જેને પગલે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ચિંતીત ગ્રામજનોએ આ અંગે તંત્ર સમક્ષ ફરિયાદ કરી હતી. જેને પગલે પોલીસ ઉપરાંત સ્થાનિક અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા. બાદમાં કબીરપુરના ખનીજ માફિયા વિરમ ભરવાડ, રાજુ ભરવાડ અને અજય ભરવાડ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ગૌચરની આ જમીન કોરોડો રૂપિયાની કિંમતની છે. ગોચરની આ જમીનમાં ગેરકાયદે ખોદકામ કરી કરોડોની ખનીજચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.આ અંગે તપાસ બાદ કબીરપુરના ખનીજ માફિયા રાજુ ભરવાડ, સાથે જ અજય ભરવાડ અને વિરમ ભરવાડ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.ગોચરની આ જમીન ઉપરાંત સરદાર સરોવર પુનઃ વસવાટ માટે ફાળવેલ જમીનમાં પણ ખોદકામ કરી કરોડોની ખનીજ ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. સાદી માટી અને મોરમનું મળીને અંદાજે 1 લાખ 89 હજાર મેટ્રિક ટન ગેરકાયદે ખનન કરવામાં આવ્યું છે.
આ મામલે ખાણખનિજ વિભાગ દ્વારા 3.33 કરોડની કિંમતનું ખનીજ તથા 1.31 કરોડનું પર્યાવરણનું નુકશાન થયું હોવાનું જણાવી 4 કરોડ 64 લાખ ઉપરાંતની રકમ વસુલવાની ફરિયાદ નોધાઈ હતી. જેને પગલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

