Ahmedabad News:ગુજરાત (Gujarat) હોય કે પછી ભારત (India) મોટાભાગના લોકો કોઈ શુભ કામ કરતાં પહેલા જ્યોતિષ (Astrology) પાસેથી કુંડળી જોવડાવતા હોઈ છે. પરંતુ ઘણીવાર તેમની કહેલી દરેક વસ્તુ સત્ય નથી થતી. અમદાવાદના (Ahmedabad) ખોખરા વિસ્તારમાં પણ આવીજ ઘટના બની છે,જ્યાં જન્માક્ષર વાંચનના પરિણામોથી ગુસ્સે થયેલા બે પુરુષોએ એક જ્યોતિષીને માર માર્યો હતો. આ ઘટના બાદ ખોખરા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
કુંડળી જોયા બાદ કોઇ ફાયદો થયો ના હોવાનું કહી માર્યો માર
મળતી માહિતી મુજબ, ખોખરા વિસ્તારમાં બે પુરુષો એક જ્યોતિષીને તેમની જન્માક્ષર દેખાડવા માટે ગયા હતા.આ જન્માક્ષર જોઈ જ્યોતિષીએ તેમના વિષે કેટલીક આગાહીઓ કરી હતી અને જરૂરી સલાહ આપી હતી. પરંતુ આ બંને પુરુષોને લાગ્યું કે જ્યોતિષીની કરેલી આગાહીઓ નકામી હતી અને તેનાથી તેમની સમસ્યાઓનો ઉકેલ આવ્યો નથી આવ્યો. અને બસ આ જ વાતથી ગુસ્સે થઈને તેઓએ જ્યોતિષી સાથે ઝઘડો કર્યો અને તેને માર માર્યો હતો.
જ્યોતિષને માર મારતા પોલીસ ફરીયાદ
આ સમગ્ર ઘટનામાં જ્યોતિષને માર મારતા પોલીસ ફરીયાદ નોંધાઈ હતી જે બાદ ઘટનાની માહિતી મળતાં ખોખરા પોલીસ સ્ટેશનની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.અને જ્યોતિષીની ફરિયાદના આધારે પોલીસે બંને પુરુષો વિરુદ્ધ હુમલાનો કેસ નોંધીને તપાસ શરૂ કરાઈ છે.
આવીજ એક ઘટના અમદાવાદના વેજલપુર વિસ્તારમાં બની હતી જ્યાં એક વિધવા મહિલા સાથે તાંત્રિક વિધિના બહાને 14 લાખ રૂપિયાની છેતરપિંડી કરનારને પોલીસ દ્વારા ઝડપી પડાયો. સાધક રામપ્રતાપ ભાર્ગવ અને ગુરુમાતા વિજેન્દ્ર દેવીની ધરપકડ કરીને કસ્ટમ કાર્યવાહી હાથ ધારી છે, તેની સામે છેતરપિંડી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
વેજલપુર વિસ્તારમાં રહેતી એક વિધવા મહિલા બ્લેક મેજિક બાબાના ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ હોવાનો આ ઘટનાનો ખુલાસો થયો છે. મહિલાને “તંત્ર વિધિ”ના બહાને ડરાવી અને તેની પાસે ₹14.18 લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહિલાના પતિ અને પુત્રનું 2024માં અવસાન થયું હતું. મહિલા હાલમાં તેના ઘરમાં એકલી રહેતી હતી.
એટલુજ નહીં થોડા સમય પહેલા બની હતી જ્યારે અમેરીકામાં સ્થાયી ઉત્તર ગુજરાતનાં રાધનપુરના વ્યક્તિએ પોતાની સમસ્યાના નિકાલ માટે જ્યોતિષનો સંપર્ક કર્યો હતો જેમાં તેમને ત્યાં ટકી રહેવાનો કેટલો ચાંસ છે અને તે ત્યાં ટકી સકશે કે પછી તેમને ભારત પરત ફરવું પડશે તે વિશે જ્યોતિષનો કર્યો હતો.આપને જણાવી દઈએ 2025માં સુધીમા 114 ભારતીયોને ડિપોર્ટ કરાયા છે. જેમાથી 33 ગુજરાતના હતા.હવે એતો સૌ જાણેછે કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાનો મામલો નવો નથી.વર્ષોથી આવું જ ચાલી રહ્યું છે.આ નિયમો 2012 થી અમલમાં છે. દરેક દેશમાં લોકોની રાષ્ટ્રીયતા તપાસવામાં આવે છે. અગાઉ પણ અમેરિકાથી આ રીતે લોકોને પાછા મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:મધ્યપ્રદેશના શિવપુરીમાં એરફોર્સનું મિરાજ-2000 ફાઈટર પ્લેન ક્રેશ, પાયલટ સુરક્ષિત
આ પણ વાંચો:મધ્યપ્રદેશના ગુનામાં 10 વર્ષનું બાળક બોરવેલમાં પડતાં રેસ્ક્યુ કરાયું
આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં નિર્માણાધીન પુલનો સ્લેબ ધરાશાયી, 4 ને ઈજા અને 3 મજૂરોના મોત
