Junagadh News/ જૂનાગઢના પૂર્વ સાંસદ અને તેમના પરિવારે કરોડોની ગૌચર જમીન પર દબાવી દીધી

બળજબરીપૂર્વક ગૌચર જમીન પચાવી પાડવા મામલે પશુપાલકો અને ખેડૂતોમાં રોષ ફેલાયો છે. પરંતુ વહીવટીતંત્ર કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી.

Top Stories Gujarat

Junagadh News: જૂનાગઢ(Junagadh)ના પૂર્વ સાંસદ અને તેમના પરિવારના કૌભાંડો (Scam) એક પછી એક પ્રકાશમાં આવી રહ્યા છે. કોડીનારના અરીઠિયા અને હરમડિયા ગામની સરહદ પર કુલ 800 વીઘા ગૌચર જમીનમાંથી, પૂર્વ સાંસદના ભાઈ-ભત્રીજા સહિત ચાર લોકોએ 62 વીઘા ગૌચર જમીન પર અતિક્રમણ (Enchroachment) કર્યું છે, જ્યારે તેમના અન્ય સાથીઓએ 58 વીઘા ગૌચર જમીન પર વર્ષોથી કબ્જો કર્યો છે અને ત્યાં કેરીના બગીચા વિકસાવીને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે, પરંતુ અત્યાર સુધી સરકારી તંત્રએ તેમની સામે કોઈ કડક કાર્યવાહી કરી નથી.

પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી (Dinu Bogha Solanki) અને તેમના પરિવારે પાંજરાપોળ ટ્રસ્ટની જમીન ગેરકાયદેસર રીતે નજીવા ભાવે ખરીદી છે, પરંતુ કૌભાંડનો રેલો આટલે જ નથી અટકતો. ટ્રસ્ટની નજીકમાં આવેલી ગૌચર જમીન પર પૂર્વ સાંસદ દિનુ સોલંકીના પરિવાર અને તેના સાથીદારોએ જમીન પચાવી પાડી છે. આ જમીન અરીઠિયા અને હરમડિયા ગામની સરહદ પર આવેલી છે. હરમડિયા ગામમાં સર્વે નંબર 109માં 800 વીઘા ગૌચર જમીન આવેલી છે. જેમાંથી 120 વીઘા ગૌચર જમીન પર સરહદને અડીને દીવાલ બનાવીને કેરીના બગીચા આવેલા છે.

ઉપરાંત, ગૌચર જમીન પર એક ટેકરીએ તળાવ બનાવી ગેરકાયદે ખોદકામ કરી પાઈપલાઈન નાખવામાં આવી છે. સર્વે નંબર 33 પૂર્વ સાંસદના ભાઈ અમરસિંહ બોઘા સોલંકીની સર્વે નંબર 33 પૈકી 1, સર્વે નંબર 30 અને 33 અનુક્રમે રણજીતસિંહ હમીર સોલંકી અને જયદેવ હમીર સોલંકીના નામે છે, અને સર્વે નંબર 40 નજીક 5 વીઘા ગૌચર જમીન જે પ્રતાપ હમીર સોલંકીના નામે છે તેના પર ગેરકાયદેસર કબ્જો કરવામાં આવ્યો છે. બળજબરીપૂર્વક ગૌચર જમીન પચાવી પાડવા મામલે પશુપાલકો અને ખેડૂતોમાં રોષ ફેલાયો છે. પરંતુ વહીવટીતંત્ર કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી.

ગોચર જમીન પર દબાણના મુદ્દે ગીરગઢડા મામલતદારે જણાવ્યું છે, આૃ સ્પષ્ટ રીતે દેખાય છે કે જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું, જે સર્વે નંબર 109માં ગોચર જમીનનો ભાગ હતો. પંચાયતની પણ જવાબદારી બને છે તેથી પંચાયત વિભાગ સાથે મળીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાજપના પૂર્વ સાંસદ દીનું બોઘા સોલંકીના 4 દિવસના જામીન મંજુર

આ પણ વાંચો:દિનુ બોઘાએ હાઇકોર્ટમાં વચગાળાના જામીન માટે કરી અરજી, જાણો શું છે કારણ

આ પણ વાંચો:અમિત જેઠવા હત્યા કેસ : ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકી સહિત 7ને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ