Covid-19/ દેશમાં ઓમિક્રોનનાં વધતા કેસ વચ્ચે છેલ્લા 24 કલાકનાં કોરોનાનાં આંકડાઓએ આપી રાહત

દેશભરમાં કોરોનાનાં વધતા આંકડા હવે ચિંતામાં વધારો કરી રહ્યા છે. આ વાયરસનું નવું વેરિઅન્ટ Omicron સતત લોકોને પોતાની ઝપટમાં લઈ રહ્યું છે. દેશમાં ઓમિક્રોનનાં કુલ કેસ 350ને વટાવી ગયા છે.

Top Stories India
કોરોનાનાં કેસ

વિશ્વમાં કોરનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન પણ દુનિયાાની ચિંતામાં વધારો કરી રહ્યો છે. વળી બીજી તરફ ભારતમાં પણ કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોનનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.

આ પણ વાંચો – પેરોલ મંજૂર / તમિલનાડુ સરકારે રાજીવ ગાંધીની હત્યાના આરોપી નલિનીની પેરોલ મંજૂર કરી,મદ્રાસ હાઇકોર્ટને કરી જાણ…

દેશભરમાં કોરોનાનાં વધતા આંકડા હવે ચિંતામાં વધારો કરી રહ્યા છે. આ વાયરસનું નવું વેરિઅન્ટ Omicron સતત લોકોને પોતાની ઝપટમાં લઈ રહ્યું છે. દેશમાં ઓમિક્રોનનાં કુલ કેસ 350ને વટાવી ગયા છે. આપને જણાવી દઈએ કે, ઓમિક્રોન 33 ટકાની ઝડપે વૃદ્ધિ કરી રહ્યુ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 88, દિલ્હી 57, તેલંગાણા 38, તમિલનાડુ 34, કેરળ 29 અને હરિયાણામાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ગુરુવારે રાત સુધી દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટનાં 354 કેસ નોંધાયા હતા. જો કે, મોટાભાગનાં દર્દીઓમાં કાં તો હળવા લક્ષણો હતા અથવા લક્ષણ વિનાનાં હતા. જો કે આ વચ્ચે આજે આરોગ્ય વિભાગનાં કોરોનાનાં આંકડાએ રાહત આપી છે. આરોગ્ય વિભાગનાં તાજેતરનાં આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 6,650 કોરોનાનાં નવા કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળામાં 374 દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે. વળી કોરોનાને 7,051 દર્દીઓએ માત આપી છે. જે બાદ ટોટલ રિકવરી આંક 3,42,15,977 પર પહોંચી ગયો છે. વળી અક્ટિવ કેસની વાત કરીએ તો તે 77,516 પર પહોંચી ગયો છે.

ભારતમાં ઓમિક્રોનનાં સૌથી વધુ કેસ દિલ્હી અને મહારાષ્ટ્રમાં છે, કારણ કે આ બે પ્રદેશો SARS-CoV-2 નાં નવા વેરિઅન્ટમાં સામૂહિક રીતે મોખરે છે. દિલ્હીમાં ગુરુવારે નવા વેરિઅન્ટનાં લગભગ 3 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં 23 નવા કેસ નોંધાયા, જેમાંથી પાંચ મુંબઈમાં હતા. આનાથી મહારાષ્ટ્રની ઓમિક્રોનની સંખ્યા વધીને 88 થઈ ગઈ છે.