Gandhinagar News/ 69 નગરપાલિકાઓનું થશે અપગ્રેડેશન, શહેરીકરણના વધતા વ્યાપ અને જનસંખ્યાને વધુ નાગરિકલક્ષી મળશે સુવિધા

રાજ્યમાં અ-વર્ગની નગરપાલિકાઓમાં વધુ 21, બ-વર્ગમાં 22 અને ક-વર્ગમાં 26 મળી કુલ 69 નગરપાલિકાઓ અપગ્રેડ થઈ. .

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારતના સંકલ્પમાં વિકસિત ગુજરાતની વિકાસયાત્રાથી અગ્રેસર રહેવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્યના શહેરોને ગતિશીલ, જીવંત અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટથી લિવેબલ બનાવવાના અભિગમ સાથે 69 નગરપાલિકાઓનું અપગ્રેડેશન કર્યુ છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકાઓને વિવિધ વિકાસ કામો માટે કુલ રૂ. 467.5 કરોડની વધુ ગ્રાન્ટ મળવાપાત્ર થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં ઉત્તરોત્તર વધતા જતા વિકાસને પરિણામે શહેરોમાં વસનારા લોકોની સંખ્યા પણ વધતી જાય છે, ત્યારે નગરપાલિકા વિસ્તારોમાં વસતા નાગરિકોને વિવિધ માળખકીય સુવિધાઓ પૂરી પાડી શકાય અને જનસુવિધાઓમાં વધારો થાય તેમજ વિકાસલક્ષી કામો વધુ ઝડપી અને સુચારુ રીતે થઈ શકે તેવા ઉદાત્ત અભિગમ સાથે આ નગરપાલિકાઓનું અપગ્રેડેશન કરવામાં આવ્યુ છે.

નગરપાલિકાઓના આ અપગ્રેડેશનને પરિણામે 1 લાખથી વધુ વસતિ ધરાવતી અ-વર્ગની નગરપાલિકાઓમાં વધુ 21 નગરપાલિકાઓ, 50 હજારથી 1 લાખ સુધીની વસતિ ધરાવતી બ-વર્ગની નગરપાલિકાઓમાં વધુ 22 અને 25 હજારથી 50 હજારની વસતિ ધરાવતી ક-વર્ગની નગરપાલિકાઓમાં વધુ 26 નગરપાલિકાઓનો ઉમેરો થયો છે. એટલું જ નહિ, જે નગરપાલિકાઓ જે-તે જિલ્લાના મુખ્ય મથકની નગરપાલિકાઓ એવી ખંભાળીયા, લુણાવાડા, મોડાસા, વ્યારા, છોટા ઉદેપુર, દાહોદ તથા રાજપીપળાને અ-વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે.

આ ઉપરાંત, મુલાકાતીઓ-યાત્રાળુઓની વધુ અવર-જવર ધરાવતા દ્વારકા, પાલીતાણા, ચોટીલા તથા ડાકોર જેવા ધાર્મિક-પ્રવાસન સ્થળોની નગરપાલિકાઓનો પણ અપગ્રેડેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વડનગરના 2500 વર્ષ જેટલા પૌરાણિક અને ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર વડનગરના સ્થાનને ધ્યાને લઇને તેને પણ “અ” વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે.

નગરપાલિકાઓના આ અપગ્રેડેશનથી આંતરમાળખાકીય વિકાસ કામો, આઉટગ્રોથ વિસ્તારના કામો, આગવી ઓળખના કામો અને નગર સેવાસદનના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અ-વર્ગની પ્રત્યેક નગરપાલિકાઓને અંદાજે કુલ રૂ.28 કરોડ, બ-વર્ગની નગરપાલિકાઓને આશરે રૂ.22 કરોડ, ક-વર્ગની નગરપાલિકાઓને રૂ.15.5 કરોડ અને ડ-વર્ગની નગરપાલિકાઓને રૂ.10 કરોડની ગ્રાન્ટ મળી હવે કુલ અંદાજે 2882 કરોડ રૂપિયા આવા વિકાસ કામો માટે ફાળવવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાવનગર ખાતે નવું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર બનશે, 10 વર્ષમાં અંદાજે કુલ 2.06 લાખથી વધુ જગ્યાઓ ભરાશે; ઋષિકેશ પટેલ

આ પણ વાંચો: નવરચિત મહાનગરપાલિકાઓની સુવિધાઓ માટે રૂ.450 કરોડની જોગવાઈ અને PM આવાસ યોજનામાં 50 હજારનો વધારો કરાયો; મંત્રી ઋષિકેશ પટેલ

આ પણ વાંચો: એકતા નગર ખાતે રૂ. 50 કરોડના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટરનું નિર્માણ થશેઃ મંત્રી ઋષિકેશ પટેલ