Gandhinagar News : વિધાનસભા ગૃહમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણની વર્ષ 2025-26ની અંદાજપત્રીય માંગણીઓ રજુ કરતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇએ રાજ્યના શહેરોની શરૂ કરેલ વિકાસયાત્રાને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વર્ષ-2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઊજવવાની જાહેરાત કરી છે. જેના માટે શહેરી વિભાગનું બજેટ ગત્ વર્ષની સરખામણીએ 40% જેટલું વધારીને રૂ.30,325 કરોડ કરવામાં આવ્યું છે.
મંત્રીએ વિશેષમાં જણાવ્યું હતુ કે, રાજ્યના અસંખ્ય યાત્રાળુઓ અને પ્રવાસીઓની ધાર્મિક લાગણીઓને કેન્દ્રમા રાખીને વર્ષ 2025-26ના અંદાજપત્રમાં “ધાર્મિક શહેરોના સર્વાંગી વિકાસ” યોજના હેઠળ કુલ રૂ.200 કરોડની જોગવાઇ સૂચવવામાં આવેલ છે. જેના અંતર્ગત દ્વારકા, સોમનાથ, બેચરાજી, પાવાગઢ, સિદ્ધપુર, કપડવંજ, પાટણ અને પાલિતાણા જેવા ધાર્મિક તીર્થસ્થાનોની સંભાવનાઓનો પુરતો ઉપયોગ કરીને યાત્રાળુઓ અને પ્રવાસીઓના અનુભવોને વધારીને અને રાજયના સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે વિવિધ માળખાગત સુવિધાઓ અને પ્રમોશન વ્યૂહરચનાઓ પર રોકાણ કરવામાં આવશે.
નવી 9 મહાનગરપાલિકાઓ અને 13 અ-વર્ગની નગરપાલિકાઓમાં આઇકોનિક રસ્તાઓના વિકાસ કરવાના હેતુથી પાયલોટ પ્રોજેકટ તરીકે વર્ષ 2025-26માં આઇકોનિક રસ્તાઓ (ગૌરવ પથ) માટે કુલ રૂ.200 કરોડની જોગવાઇ સૂચવવામાં આવી છે. જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગાંધીનગર અને ભરૂચ-અંકલેશ્વર માટે ‘સ્ટેટ એર ક્લિન પ્રોગ્રામ’ના અમલીકરણ માટે રૂ.100 કરોડની જોગવાઈ કરાઇ છે.
સાબરમતી નદીના કિનારે ભારતના સૌથી લાંબા રિવરફ્રન્ટનો વિકાસ ફેઝ-03 થી ફેઝ-07 (ઇન્દિરા બ્રીજથી ગાંધીનગર) તબક્કાની શરૂઆત સાથે વેગ પકડશે અને તે આગામી 3 વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન હાથ ધરાયું છે જે માટે વર્ષ 2025-26 માટે માટે રૂ.100 કરોડની જોગવાઇ સૂચવવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળતી સહાયની કોસ્ટિંગ પ્રાઇઝમાં રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ દિઠ રૂ. 50 હજારનો વધારો કરાયો હોવાનું પણ મંત્રીએ ઉમેર્યુ હતુ.
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2નું લગભગ 78.33% કામ પૂર્ણ થઈ ગયેલ છે અને પ્રોજેક્ટ જૂન-2025માં પૂર્ણ કરવાનું આયોજન છે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું લગભગ 57.20% કામ પૂર્ણ થઈ ગયેલ છે અને પ્રોજેક્ટ ઓક્ટોબર, 2025માં પૂર્ણ કરવાનું આયોજન છે. સાબરમતી નદીના કિનારે ભારતના સૌથી લાંબા રિવરફ્રન્ટનો વિકાસ ફેઝ-03 થી ફેઝ-07 (ઇન્દિરા બ્રીજથી ગાંધીનગર) માટે આગામી 3 વર્ષમાં પૂર્ણ કરવા વર્ષ 2025-26 માટે માટે રૂ.100 કરોડની જોગવાઇ કરાઇ હોવાનું મંત્રીએ ઉમેર્યુ હતુ. વર્ષ 2025-26ની શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણની રૂ. 25,399 કરોડની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર થઇ હતી.
આ પણ વાંચો:IIFA એવોર્ડ 2025: ‘લાપતા લેડીઝ’ 10 પુરસ્કારો જીત્યા, શ્રેષ્ઠ અભિનેતા કાર્તિક આર્યન
આ પણ વાંચો:અનુરાગ કશ્યપે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી છોડયૂં, કહ્યું ‘બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ટોક્સિક બની ગયું છે’
આ પણ વાંચો:પ્રિયંકાની ‘અનુજા’ ફિલ્મ ચુકી ગઈ ઓસ્કાર, પરંતુ DNEGએ અપાવ્યો એવોર્ડ
