Gandhinagar News/ એકતા નગર ખાતે રૂ. 50 કરોડના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટરનું નિર્માણ થશેઃ મંત્રી ઋષિકેશ પટેલ

નળકાંઠા, ફતેવાડીનો નવો વિસ્તાર વિકસીત કરવાની તબક્કા-1 ની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે ઓગષ્ટ – 2025માં પુર્ણ થશે. ત્યારબાદ તબક્કા-2ની કામગીરી હાથ ધરવામાં આવશે.

Gujarat Gandhinagar
Yogesh Work 2025 03 10T185612.414 એકતા નગર ખાતે રૂ. 50 કરોડના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટરનું નિર્માણ થશેઃ મંત્રી ઋષિકેશ પટેલ

Gandhinagar News : મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભાગૃહમાં જણાવ્યું છે કે, નર્મદા માટેના આંદોલન ભૂતકાળ બન્યા છે,  હવે ફક્ત નર્મદાના વિકાસની વાત થશે. અંદાજીત રૂ. 82 હજાર કરોડના ખર્ચે નર્મદા યોજના પૂર્ણ થવા જઇ રહી હોવાનું પણ મંત્રીએ ઉમેર્યુ હતુ. વિધાનસભામાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, વર્ષ-2014 પહેલા સરદાર સરોવર દ્વારા રાજ્યમાં વિકસાવવામાં આવેલ સિંચાઇ ક્ષમતા અંદાજીત 1.62 લાખ હેક્ટર જેટલી હતી. જેમાંથી અંદાજીત 2.53 લાખ હેક્ટર સિંચાઇ થતી. જે વર્ષ 2017માં આ ડેમ તેની સંપૂર્ણ સપાટીએ પહોંચ્યો, ત્યારે સરદાર સરોવર યોજના દ્વારા રાજ્યમાં થયેલ સિંચાઇ આજે 16,22 લાખ હેક્ટરે પહોંચી છે.

નળકાંઠા, ફતેવાડીનો નવો વિસ્તાર વિકસીત કરવાની તબક્કા-1 ની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે ઓગષ્ટ – 2025માં પુર્ણ થશે. ત્યારબાદ તબક્કા-2ની કામગીરી હાથ ધરવામાં આવશે. આશરે સાણંદ, બાવળા અને વિરમગામ તાલુકાના 39 ગામોની 35,688 હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે.મંત્રીએ વિશેષમાં જણાવ્યું હતુ કે, એકતા નગર ખાતે અંદાજીત રૂ. 50 કરોડના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર આકાર પામશે. જે સરદાર સરોવર ડેમના નિર્માણ પાછળની નોંધપાત્ર સફર દર્શાવશે.

જાન્યુઆરી-2025 સુધી પ્રશાખા નહેરો (માઈનોર નહેરો) સુધીના કામો પૂર્ણ કરી કુલ 17.22 લાખ હેક્ટર સિંચાઇ ક્ષમતા અને પ્ર-પ્રશાખા નહેર (સબ-માઈનોર નહેર) સુધી 15.55 લાખ હેક્ટર વિસ્તાર વિકસિત થયેલ છે. માર્ચ-2025 પછી બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો વર્ષ 2025-26 દરમ્યાન ચાલુ રાખવાનું આયોજન છે તેમ મંત્રીએ કહ્યું હતુ.

બનાસકાંઠા જીલ્લાની દિયોદર તાલુકાના 14 ગામો અને પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના 11 ગામોના ભૌગિલીક રીતે ઉંચાઈવાળા અનકમાન્ડ વિસ્તારમાં સિંચાઈની વ્યવસ્થા માટે ઉદવહન સિંચાઈ યોજના માટે રૂા.100 કરોડની જોગવાઈ કરાઇ છે. વર્ષ 2025-26 ના બજેટમાં અમદાવાદ જિલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં સિંચાઈ સુવિધા વધારવા માટે રૂા.875 કરોડની જોગવાઈ, નર્મદા યોજનાના કમાન્ડ એરિયાના નહેરના વિસ્તરણ વિકાસના કામો માટે  રૂા.501 કરોડની જોગવાઈ, નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રકચર તેમજ જાળવણીની કામગીરી માટે રૂા.204 કરોડની જોગવાઈ કરાઇ છે. વર્ષ 2025-26ની સરદાર સરોવર યોજના માટે રૂા.5978.86 કરોડની (NBR ના 1980.91 કરોડ સહીત)ની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર થઇ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:IIFA એવોર્ડ 2025: ‘લાપતા લેડીઝ’ 10 પુરસ્કારો જીત્યા, શ્રેષ્ઠ અભિનેતા કાર્તિક આર્યન

આ પણ વાંચો:અનુરાગ કશ્યપે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી છોડયૂં, કહ્યું ‘બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ટોક્સિક બની ગયું છે’

આ પણ વાંચો:પ્રિયંકાની ‘અનુજા’ ફિલ્મ ચુકી ગઈ ઓસ્કાર, પરંતુ DNEGએ અપાવ્યો એવોર્ડ