Ahmedabad News/ અમદાવાદના ધોળકામાં 18 ઇંચ વરસાદથી રસ્તા જળબંબાકાર

ભારે વરસાદ (Heavy Rain)ના કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક અહેવાલોમાં સામે આવ્યું છે

Top Stories Gujarat Others
અમદાવાદ જિલ્લાના ધોળકા (Dholka) શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા ધોધમાર વરસાદે (Heavy Rain)જનજીવનને અસ્તવ્યસ્ત બનાવી દીધું છે

Ahmedabad News : અમદાવાદ જિલ્લાના ધોળકા (Dholka) શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા ધોધમાર વરસાદે (Heavy Rain)જનજીવનને અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. ગત રોજ અંદાજે 18 ઇંચ વરસાદ નોંધાતા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

ધોળકાના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

ભારે વરસાદ (Heavy Rain)ના કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક અહેવાલોમાં સામે આવ્યું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેતીને મોટો ફટકો પડ્યો છે.

ભારે વરસાદ (Heavy Rain)ના કારણે સોસાયટીઓમાં ઢીંચણસમા પાણી ઘૂસ્યા

શહેરની અનેક સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં ઢીંચણસમા પાણી ઘૂસી જતા લોકોનું જનજીવન પ્રભાવિત બન્યું છે. અનેક પરિવારોને ઘરની અંદર પાણી ભરાઈ જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પરિસ્થિતિ એટલી ગંભીર બની કે ધોળકા-સરખેજ હાઈવે, ધોળકા-ખેડા હાઈવે અને ધોળકા-બાવળા હાઈવે પર ચારથી પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ (Highway Closed)કરવાની ફરજ પડી હતી. અનેક વાહનો રસ્તામાં ફસાઈ ગયા હતા અને તંત્ર દ્વારા લોકોને જરૂરી ન હોય તો મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.

પ્રશાસન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકોને સાવચેત રહેવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.


આ પણ વાંચો:નવસારીમાં જળપ્રલય વચ્ચે વાયુસેનાની મદદ, ઝીંગા ફાર્મમાં ફસાયેલા 30થી વધુ લોકોનું એરલિફ્ટથી રેસ્ક્યૂ

આ પણ વાંચો:બોપલમાં જળભરાવની સ્થિતિ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મુલાકાત, સેન્ટોસા પાર્કમાં 20 પરિવારો હજુ પણ ફસાયેલા

આ પણ વાંચો:અમદાવાદ ગોમતીપુરમાં પાણી ભરાવાથી વ્યક્તિનું મોત: પાણીમાંથી મૃતદેહ મળતા તંત્ર સામે રોષ