Delhi News/ દિલ્હીના ભાલસા ડેરીમાં પોલીસ ટીમ પર મરચાંનો પાવડર ફેંકી લાકડીઓ-ઇંટોથી કર્યો હુમલો

દિલ્હી (Delhi) ના ભાલસા ડેરી વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસ ટીમ પર ટોળાએ હુમલો કર્યો.

Top Stories India
Delhi

Delhi Police News: દિલ્હીના ભાલસા ડેરી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમ પર ટોળાએ હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક વાહન જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરતાં વાહન માલિક સહિત કેટલાક લોકોએ પોલીસકર્મીઓ સાથે ઝઘડો કરી હુમલો કર્યો હતો.

મળતી માહિતી મુજબ, શનિવારે બપોરે લગભગ 3:30 વાગ્યે પેટ્રોલિંગ દરમિયાન આ ઘટના બની હતી. આરોપીઓએ પોલીસકર્મીઓ પર મરચાંનો પાવડર ફેંક્યો હતો અને ત્યારબાદ ઇંટો તથા લાકડીઓથી હુમલો કર્યો હતો. હુમલામાં ત્રણ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

પોલીસે આ મામલે વિસ્તારના કુખ્યાત આરોપી સુનિલ ઉર્ફે પંકજને મુખ્ય હુમલાખોર તરીકે ઓળખાવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પંકજ અગાઉના પાંચ ગુનાકીય કેસોમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.

ઘટના બાદ પોલીસે સ્થળ પરથી એક સગીર આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય હુમલાખોરોને ઝડપી લેવા માટે પોલીસની અલગ-અલગ ટીમો તપાસ કરી રહી છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો હાથમાં લાકડીઓ અને સળિયા લઈને પોલીસ ટીમ પર હુમલો કરતા જોવા મળે છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: અમદાવાદમાં દુષ્કર્મના આરોપીનું પોલીસ પર હુમલો, સ્વબચાવમાં ફાયરિંગ; પગમાં ગોળી વાગી

આ પણ વાંચો:  ડાર્ક ફિલ્મ હટાવવાની પોલીસ ડ્રાઇવના પ્રથમ દિવસે યુવકે કર્યો પોલીસ પર હુમલો

આ પણ વાંચો: આણંદમાં આંધ્રપ્રદેશ પોલીસ પર હુમલો: 2 કિલો સોનાની ચોરીની તપાસ દરમિયાન હુમલો