હજુ તો બે દિવસ પહેલા જ સ્વામીનારાયણ ગળતેશ્વર મંદિરના સાધુની નકલી ચાલની નોટ મુદ્દે સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેની સ્યાહી હજુ સુકાઈ નથી ને હવે સ્વામીનારાયણ ઇન્સ્ટીટયુટ દ્વારા વિદ્યાર્થીના ભાવી સાથે ચેડા કરવાનું કૌભાંડ બહાર આવી રહ્યું છે. આ બધું જ ભગવો ધારણ કર્યા પછી પણ સાધુ સમાજનો પૈસા અને પાવર માટેનો મોહ જ બતાવી રહ્યો છે.
ભણતરમાં ખાનગીકરણથી વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થઈ રહ્યા છે. જેનો વધુ એક કિસ્સો ભરૂચથી સામે આવ્યો છે. ગરીબ વિદ્યાર્થીઓ સાથે થઈ રહી છે છેતરપિંડી. મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા કરાયેલા રિયાલિટી ચેકમાં આવ્યા ચોંકાવનારા ખુલાસા. તો આવો જોઈએ શું બહાર આવ્યું છે આ રીયાલીટી ચેકમાં….
શૈક્ષણિક સંસ્થા જાણે ઝડપથી પૈસા કમાવવાનું સાધન બની ગઈ છે. પછી ભલે તેમાં વિદ્યાર્થીઓનું જે થવું હોય તે થાય. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં આવી જ એક શૈક્ષણિક સંસ્થાનો પર્દાફાશ થયો છે. ભરૂચનું સ્વામિનારાયણ ઈન્સ્ટીટ્યુટ. અહીં વિદ્યાર્થીઓ સાથે થઈ રહી છે છેતરપિંડી.
મસમોટી ફી ઉઘરાવીને વિદ્યાર્થીઓને બોગસ સર્ટિફિકેટ આપી દેવાય છે. શૈક્ષણિક સંસ્થાના નામે ચાલતો કમાણીનો ધંધો ક્યારે બંધ થશે તે એક સવાલ છે.
સરળતા થી રૂપિયા કમાવવા માટે આજે શાળાઓ અને હોસ્પિટલો જાણે એક ઉપાય બની ગયા છે ભણતર માં ખાનગી કરણ સામાન્ય માણસ માટે માથાનો દુખાવો બની ગયો છે, મસ મોટી ફી વસૂલી ચલાવવામાં આવતી આ શાળાઓ વિદ્યાર્થીઓ ના ભવિષ્ય માટે કેટલી જોખમી છે એ બાબત ની કાળજી લેવી એ ખુબજ જરૂરી બની ગયું છે કારણ કે ભરૂચ માં આવેલી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ના નામથી એક ટેક્નિકલ શાળા ખોલવામાં આવી છે જેમાં ગરીબ વિદ્યાર્થીઓ ને મૂર્ખ બનાવી સરકારી સર્ટિફિકેટ આપીશું કહી ને ખાનગી પ્રમાણપત્ર અપાતા મામલો ગરમાયો છે.
જ્યારે વિદ્યાર્થીઓ આ સર્ટિફિકેટ લઈને ખાનગી કંપનીઓ માં એપરેન્ટશીપ માં પ્રવેશ મેળવવા ગયા ત્યારે એમને જે જવાબ મળ્યો એ સાંભળીને એ વિદ્યાર્થીઓ પર જાણે આભ ફાટી ગયું હતું. બે વર્ષ ની મેહનત અને 40 હજાર જેટલી માતબર ફી એકજ મિનિટ માં પાણી માં ધોવાઈ જતા જોઈ તેઓ હતાશ થઈ ગયા અને સમગ્ર મામલા ની વાત મંતવ્ય ન્યુઝ ની ટીમ ને કરતા અમે એ સંસ્થા ની રિયાલિટી ચેક કરવાનું નકકી કર્યું અને અમે એ શાળા ના સંચાલકો અને શિક્ષકો સાથે વાત ચિત કરી હતી.
એવામાં શાળા ના પીડિત વિદ્યાર્થીઓ ને NCVT અને GCVT ના સર્ટિફિકેટ આપવાની વાત કરતા સંચાલકે હવે ફેરવી ટોળતા સમગ્ર મામલો ભરૂચના dsp કચેરીએ પોહોચ્યો હતો પરંતુ ત્યાંથી પણ એમને યોગ્ય ન્યાય ન મળતા અંતે આ મામલા ની ખરાઈ મંતવ્ય ન્યુઝ એ કરતા સમગ્ર મામલો પ્રકાશ માં આવ્યો હતો. એવામાં સરકાર એવી સંસ્થાઓ સામે સખત પગલાં લે એ હિતાવહ છે કારણે કે હજુ પણ 100 જેટલા વિદ્યાર્થીઓ અહિંયા અને વડોદરા ખાતે અભ્યાસ કરી રહ્યા છે એમના ભવિષ્ય માં પણ ખતરાની ઘંટી વાગી રહી છે
વસીમ મલેક, મંતવ્ય ન્યુઝ,ભરૂચ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
