એક સમયે વિધાનસભામા ભાજપના ધારાસભ્યને માઇક ફટકારી વિવાદમા આવનાર લીલીયા સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત ફરી વિવાદમા છે. સાવજો સાથે સેલ્ફી લઇ જાતે જ સોશ્યલ મિડીયામા વહેતી કરતા સિંહપ્રેમીઓમાથી તેમની સામે પગલા લેવા માંગ ઉઠી છે.

ધારાસભ્ય પ્રતાપ દુધાત અને સુરતના ઉદ્યોગપતિઓ ભગીરથ પીઠવડીવાળા તથા અંકિત કાછડીયાના સિંહ સાથેની સેલ્ફીના ફોટા આજે સોશ્યલ મિડીયામા વાયરલ થયા હતા. બલકે આ લોકોએ જાતે જ સોશ્યલ મિડીયામા આ ફોટા વહેતા કર્યા હતા.

સોશિયલ મીડિયા પર સેલ્ફી અપલોડ કર્યા બાદ પ્રતાપ દૂધાતની ખૂબ વાહ વાહી થઈ રહી છે. અમુક યુઝર્સે લખ્યું છે કે, ગીરના સાવજ સાથે સાવરકુંડલાનો સાવજ, વાલા સાવજ સાથે સાવજ જ હોય,શેર સામે સવા શેર,જગલના સિંહની મુલાકાતે સાવરકુંડલાનો સિંહ.

એવુ કહેવાય છે કે પ્રતાપ દુધાત અને તેમના મહેમાન બનીને આવેલા મુળ સાવરકુંડલાના પીઠવડી ગામના વતની અને હાલ સુરતમા બાંધકામ ઉદ્યોગમા સ્થાયી થયેલા ભગીરથ પીઠવડીવાળા તથા નાની વયના ઉદ્યોગપતિ અંકિત કાછડીયાએ ક્રાંકચની સીમમા જ એક સ્થળે સાવજો સાથે સેલ્ફી લીધી હતી અને સોશ્યલ મિડીયામા પોસ્ટ કર્યા હતા. પ્રતાપ દુધાત અગાઉ પણ અનેક વખત વિવાદમા આવી ચુકયા છે અને વિધાનસભામાથી સસ્પેન્ડ પણ થયા હતા.
