Not Set/ સૌથી મોંઘા છૂટાછેડા : કેડિલાના રાજીવ અને મોનીકા મોદી થયા અલગ

કેડિલા કંપનીના માલિક રાજીવ મોદી અને પત્ની મોનિકા મોદીના છૂટાછેડા થઇ ગયા છે. ગુજરાતના સૌથી મોંઘા છૂટાછેડા છે. રાજીવ અને મોનિકાના લગ્ન 26 વર્ષ પહેલા થયા હતા. તેઓને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. થોડા મહિના પહેલા ગુજરાતની નામાંકિત કેડિલા ફાર્માના મેનેજિંગ ડિરેક્ટર ડો. રાજીવ મોદી અને તેમની પત્ની મોનિકા વચ્ચે ખટરાગ થયો હતો. બાદમાં આ આખો મામલો સોલા […]

Ahmedabad Top Stories Gujarat

કેડિલા કંપનીના માલિક રાજીવ મોદી અને પત્ની મોનિકા મોદીના છૂટાછેડા થઇ ગયા છે. ગુજરાતના સૌથી મોંઘા છૂટાછેડા છે. રાજીવ અને મોનિકાના લગ્ન 26 વર્ષ પહેલા થયા હતા. તેઓને સંતાનમાં એક દીકરો અને દીકરી છે.

થોડા મહિના પહેલા ગુજરાતની નામાંકિત કેડિલા ફાર્માના મેનેજિંગ ડિરેક્ટર ડો. રાજીવ મોદી અને તેમની પત્ની મોનિકા વચ્ચે ખટરાગ થયો હતો. બાદમાં આ આખો મામલો સોલા પોલીસ મથકે પહોંચ્યો હતો. આ કેસમાં એક મહિનામાં રૂ. 200 કરોડ આપવાની શરતે પતિ અને પત્ની વચ્ચે સમાધાન થયું છે. આ ગુજરાતના સૌથી મોંઘા છૂટાછેડા છે.

આક્ષેપ એવો પણ હતો કે ડો. રાજીવ મોદીને કોઈ અન્ય મહિલા મિત્ર હોવાથી પત્ની સાથે ઝઘડો થયો હતો. 29મી ઓગસ્ટના રોજ પતિ અને પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં ડો. રાજીવે પત્ની પર હાથ ઉપાડ્યો હોવાની વાત સામે આવી છે. એટલું જ નહીં એવો પણ આક્ષેપ થયો છે કે ડો. રાજીવે તેમની પત્નીનું ગળું દબાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ડો. રાજીવ અને મોનિકા નિરમા યુનિવર્સિટી નજીક એક વૈભવી બંગલોમાં રહે છે.