Not Set/ ભૂજ: સ્મૃતિવનના લોકાર્પણ માટે પીએમ મોદી આવે તેવી સંભાવના

ભૂજ, આગામી ડિસેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવી શકે છે. ભુજિયા તળેટીએ ચાલતી સ્મૃતિવનની કામગીરીમાં પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થતાં તેનું લોકાર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુનઃ કચ્છ આવી શકે છે. કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ મૃતકોની સ્મૃતિમાં ભુજિયા તળેટીએ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ […]

Gujarat Others Trending

ભૂજ,

આગામી ડિસેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવી શકે છે. ભુજિયા તળેટીએ ચાલતી સ્મૃતિવનની કામગીરીમાં પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થતાં તેનું લોકાર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુનઃ કચ્છ આવી શકે છે.

કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ મૃતકોની સ્મૃતિમાં ભુજિયા તળેટીએ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રિમ પ્રોજેકટ છે.

ત્યારે સ્મૃતિ વનની કામગીરીમાં પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થતાં તેના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ડિસેમ્બર- જાન્યુઆરીમાં કચ્છની મુલાકાતે આવી શકે છે, તેવી માહિતી બિનસત્તાવાર સુત્રો તરફથી આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાતને લઈને જ ભુજિયા તળેટીની આસપાસ દબાણ હટાવવાની ઝુંબેશ આરંભાઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્મૃતિવનના ફર્સ્ટ ફેઝના કામનું ઈનોગ્રેશન કરવાની સાથે કચ્છના સફેદરણની પણ મુલાકાત લે તેવી સંભાવના છે.હાલ તો કોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાતને સત્તાવાર સમર્થન આપવા તૈયાર નથી, પરંતુ તેમની કચ્છ મુલાકાતને લઈને આગોતરી તૈયારીઓ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે.