Not Set/ મુંબઈ : અરબ સાગરમાં પલટી નાવ, એકનું મોત

અરબ સાગરમાં મુંબઈના નરીમાન પોઈન્ટથી 2.6 કિલોમીટર દૂર પશ્ચિમ તરફ છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલ તરફ કામદારોને લઇ જતી એક નાવ સમુદ્રમાં પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. હાલ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા બચાવકાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. જાણકારી મુજબ, લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. #Visuals: A passenger boat had capsized […]

Top Stories India

અરબ સાગરમાં મુંબઈના નરીમાન પોઈન્ટથી 2.6 કિલોમીટર દૂર પશ્ચિમ તરફ છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલ તરફ કામદારોને લઇ જતી એક નાવ સમુદ્રમાં પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. હાલ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા બચાવકાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. જાણકારી મુજબ, લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.

મૃતકની ઓળખાણ સાંતાક્રુઝ નવાસી સિદ્ધેશ પવાર રૂપે કરવામાં આવી છે. જણાવાઈ રહ્યું છે કે, એક લાઈટ હાઉસ પાસે એક શીલા સાથે ટકરાવ થવાથી આ નાવ પલટી ગઈ હતી. શિવાજી મેમૉરિઅલના કામ માટે ત્યાં જઈ રહેલી નાવમાં ચીફ સેક્રેટરી પણ સામેલ હતા.

કોસ્ટગાર્ડના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, કોસ્ટગાર્ડના જવાન બોટ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હેલીકૉપટર પણ રેસ્ક્યુ ઓપરેશનમાં લગાવી દેવામાં આવ્યા છે. કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જે નાવ પલટી છે, તે મહારાષ્ટ્ર સરકાર સંબંધિત છે.