એકતા એજ લક્ષ સંગઠન – આશાપુરા યુવા મિત્ર મંડળ રાજકોટ સંયુક્ત ઉપક્રમે ગોંડલ ભરૂડી ટોલ ટેક્સ પાસે ધૈર્યરાજસિંહની ઈલાજ માટે ફંડ એકત્ર કરાયું હતું. જેમા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા ના પુત્ર એ ફંડ એકત્ર કરવા માટે સાથે રહી અપીલ કરી હતી.
મહિસાગર જિલ્લાના કાનેસર ગામના અને હાલ ગોધરા રહેતા એક પરિવારના રાજદીપસિંહ રાઠોડના દીકરા ધૈર્યરાજસિંહ રાઠોડની ઉંમર માત્ર 3 માસની છે. જેને SMA – 1 નામની બિમારી છે.આ બિમારીની સારવાર ભારતમાં શક્ય નથી.સારવાર અમેરિકાથી આવનારા Zolgensma ઇજેક્શનથી જ શક્ય છે. જેની કિંમત રૂ.16 કરોડ હોવાથી રાજ્યભરમાંથી તેને મદદ માટે અપીલ કરાઈ રહી છે. ત્યારે ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા ના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા તેમજ યુવાનો દ્વારા પણ ધૈર્યરાજસિંહને સહાય કરવા માટે ગોંડલ ટોલ પ્લાઝા ખાતે ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. બાળક ની સારવાર માટે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા દ્વારા લોકો ને અપીલ પણ કરવામાં આવી હતી કે ગંભીર બીમારી થી પીડાતા બાળક માટે લોકો ઉદાર હાથ થી સહાય કરે તેવી અપીલ કરવામાં આવી હતી.
તેમજ ધારાસભ્ય ગીતાબા જાડેજા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીને રાહતફંડમાંથી આ પરિવારને સહાય કરવા રજૂઆત કરવામાં આવી છે. ગોંડલમાં જેતપુર રોડ પર મોટર ગેરેજ ધરાવતા જયદીપસિંહ જાડેજા એ પોતાની દીકરી દિવ્યાંબા ની તમામ બચત મૂડી ધૈર્યરાજસિંહ ના ખર્ચ પેટે આપેલ હતી.
