દિલ્લી,
આજે જાન્યુઆરીનો છેલ્લો રવિવાર છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ રેડિયો પર મન કી બાત કરી હતી. વડાપ્રધાન મોદીએ દેશવાસીઓ સાથે રેડિયો પર પોતાના માસિક કાર્યક્રમમાં વિચારો વ્યક્ત કર્યાં હતા. મન કી બાત દરમિયાન તેઓએ સૌપ્રથમ મહિલા સશક્તિકરણનો ઉલ્લેખ કર્યો હતો.
પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું કે, “પ્રાચીન કાળથી લઈને આજ દિવસ સુધી અનેક મહિલાઓએ દેશને વિકસિત કરવાનું કામ કર્યું છે. 1લી ફેબ્રુઆરીએ કલ્પના ચાવલાની પુણ્યતિથિ છે. આ દિવસે કલ્પનાનું સ્પેસક્રાફ્ટ દૂર્ઘટનામાં મોત નિપજ્યું હતું. આ વાત અનેક યુવતીઓને પ્રેરણા આપે છે. આપણે કલ્પના ચાવલાને ઘણી જ નાની ઉંમરમાં ગુમાવી છે. નારી શક્તિની કોઈ જ સીમા નથી, તેના માટે કંઈપણ અસંભવ નથી. ખુશી થયા છે કે ભારતમાં આજે મહિલાઓ આગળ વધી રહી છે. દેશનું ગૌરવ વધારી રહી છે. ભારતીય વિદુષિયોની લાંબી પરંપરા રહી છે. વેદોની રચનામાં તેમનું મહત્વનું યોગદાન છે. જેવાં કે લોપામુદ્રા અને ગાર્ગી. આપણે બેટી બચાવોની વાત કરીએ છીએ પરંતુ વેદોમાં કહેવાયું છે કે એક પુત્રી 10 પુત્રની બરોબર છે”.
તેઓએ મન કી બાતમાં કહ્યું કે, આજે આપણી નારી શક્તિ આત્મનિર્ભર બની રહી છે. છત્તીસગઢની આદિવાસી મહિલાઓએ પણ અનેક ઉદાહરણો પૂરાં પાડ્યાં છે. નકસલીઓ પ્રભાવિત વિસ્તારમાં અનેક મહિલાઓ ઈ રિક્ષા ચલાવી આત્મનિર્ભર છે. મુંબઈનું માટુંગા સ્ટેશન ભારતનું એવું પહેલું સ્ટેશન છે જ્યાં દરેક મહિલા કર્મચારી છે. આપણાં સમાજમાં નારીને શક્તિનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેઓ પરિવાર અને સમાજને એક તાંતણે બાંધે છે. નારી શક્તિ હંમેશા આપણને પ્રેરિત કરે છે.
પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધનમાં ભગવાન ઈશુ ખ્રિસ્ત દ્વારા દર્શાવાયેલા સેવાભાવના માર્ગ પર ચાલવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 25 ડિસેમ્બરને દેશભરમાં ક્રિસમસનો તહેવાર ધૂમધામથી મનાવવામાં આવ્યો. આ અવસરે આપણે બધા ઈશુની મહાન શિક્ષાઓને યાદ કરીએ છીએ.
