Not Set/ CM રૂપાણી પહોંચ્યા વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની મુલાકાતે, સ્થિતિનો ક્યાસ મેળવ્યો

તાઉતે વાવાઝોડા પ્રભાવિત ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી રૂપાણી સવારે 10.00 કલાકે વાવાઝોડા પ્રભાવિત ઉના, જાફરાબાદ અને રાજુલા

Top Stories Gujarat

તાઉતે વાવાઝોડા પ્રભાવિત ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી રૂપાણી સવારે 10.00 કલાકે વાવાઝોડા પ્રભાવિત ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારના હવાઇ નિરીક્ષણ બાદ ત્રણેય તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત કરવા પહોંચ્યા છે.

મુખ્યમંત્રી વિજયભાઈરૂપાણી રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની જાત-મુલાકાત લઇને આ વાવાઝોડા ને કારણે થયેલી નુકસાની અને ગામની સ્થિતિનો ક્યાસ મેળવી રહ્યા છે.

તદ્દનુસાર મુખ્યમંત્રી આજે સવારે ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચ્યા હતા અને ગામના સરપંચ મોંઘીબેન સોલંકી તથા ગ્રામજનો પાસેથી તેમણે તાઉતે વાવાઝોડાને કારણે ગામમાં સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી.

મુખ્યમંત્રી એ અસરગ્રસ્ત ગ્રામ જનો સાથે પણ સંવેદનાપૂર્વક સંવાદ કરીને આ આપદામાં રાજ્ય સરકાર તેમની પડખે હોવાનો સધિયારો આપ્યો હતો.


મુખ્યમંત્રી સાથે આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર તેમજ અગ્રણીઓ પણ જોડાયા હતા.