Cockroach Janta Party: સોશિયલ મીડિયા પર અત્યારે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP-Cockroach Janta Party) ને લઈને એક નવો રાજકીય વિવાદ શરૂ થયો છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કોઈનું નામ લીધા વિના આ ઓનલાઈન મૂવમેન્ટ પર નિશાન સાધતા ઈશારો કર્યો હતો કે, આ પ્લેટફોર્મને મળી રહેલા મોટા સમર્થન પાછળ પાકિસ્તાન અને વિદેશી ગેંગનો હાથ છે. તેમણે લખ્યું કે જેઓ પાકિસ્તાનની મદદથી ફોલોઅર્સ વધારે છે તેમના પર દયા આવે છે.
ડેટા સાથે પલટવાર અને પક્ષની શરૂઆત
કેન્દ્રીય મંત્રીના આ આરોપો પર CJP ના સ્થાપક અભિજીત દીપકેએ પોતાના પેજનો ડેમોગ્રાફિક ડેટા શેર કરીને આકરો પલટવાર કર્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, “અમારા 94% થી વધુ ફોલોઅર્સ ભારતમાંથી જ છે, તો પછી મંત્રી દેશના સામાન્ય યુવાનોને પાકિસ્તાની હોવાનો ટેગ કેમ લગાવી રહ્યા છે?”
આ ઓનલાઈન આંદોલનની શરૂઆત સુપ્રીમ કોર્ટમાં એક સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંત દ્વારા નકલી ડિગ્રીવાળા વકીલો સંદર્ભે કરાયેલી ‘કોકરોચ’ ટિપ્પણીથી થઈ હતી. આ વિવાદનો લાભ લઈને અભિજીત દીપકેએ એક વ્યંગ્યાત્મક (Satirical) પેજ બનાવ્યું, જે જોતજોતામાં યુવાનોમાં બેરોજગારી અને ભરતી પ્રક્રિયાની ગેરરીતિઓ સામે વિરોધનું મોટું માધ્યમ બની ગયું.
This is the screen recording of our audience demographic which we have shared with media before our account was hacked.
More than 94% of the audience is from India.
Why is a Union Minister @KirenRijiju labelling Indian youth as Pakistani? https://t.co/av0WnxIOui pic.twitter.com/W4YY1LL1IJ
— Abhijeet Dipke (@abhijeet_dipke) May 23, 2026
NEET વિવાદ અને એકાઉન્ટ બ્લોક થવાના આક્ષેપ
મેડિકલ પરીક્ષા NEET-UG 2026 ના પેપર લીક વિવાદ દરમિયાન આ પેજની લોકપ્રિયતા(Cockroach Janta Party) આકાશ આંબી ગઈ હતી. ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સ ભાજપ-કોંગ્રેસના સત્તાવાર એકાઉન્ટ કરતાં પણ વધી ગયા હતા. જોકે, અભિજીતનો(Cockroach Janta Party) આક્ષેપ છે કે આ અવાજને દબાવવા માટે તેમનું ઓફિશિયલ પેજ, પર્સનલ એકાઉન્ટ અને X હેન્ડલ કાં તો હેક કરાયા છે અથવા ભારતમાં બ્લોક કરી દેવાયા છે. શિક્ષણ મંત્રીના રાજીનામા માટેની તેમની પિટિશનમાં 10 લાખ લોકો જોડાયા બાદ તેમની વેબસાઈટ પણ બંધ કરી દેવાઈ છે.
કોણ છે અભિજીત દીપકે?(Cockroach Janta Party)
આ ડિજિટલ આંદોલન શરૂ કરનાર અભિજીત દીપકે મૂળ ભારતીય છે અને હાલ અમેરિકાના બોસ્ટનમાં રહીને અભ્યાસ કરે છે. તેઓ પૂર્વ સોશિયલ મીડિયા કેમ્પેઈન વર્કર છે, જેમણે વર્ષ 2020 ની દિલ્હી ચૂંટણીમાં AAP ના ડિજિટલ પ્રચાર માટે કામ કર્યું હતું. હાલ મુખ્ય એકાઉન્ટ્સ બંધ થવા છતાં તેમણે ‘Cockroach is Back’ નામે નવા બેકઅપ એકાઉન્ટથી લડાઈ ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો:‘કોકરોચ જનતા પાર્ટી’થી કેમ ચિંતિત થઈ સુરક્ષા એજન્સીઓ? તપાસમાં સામે આવ્યું ગુજરાત કનેક્શન
આ પણ વાંચો:X પર ફરી આવી ‘કોકરોચ જનતા પાર્ટી’
આ પણ વાંચો:‘કોકરોચ જનતા પાર્ટી’નું X એકાઉન્ટ ભારતમાં બેન, CJIની ટિપ્પણી બાદ વિવાદ ગરમાયો

