Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat News/ ‘કોકરોચ જનતા પાર્ટી’થી કેમ ચિંતિત થઈ સુરક્ષા એજન્સીઓ? તપાસમાં સામે આવ્યું ગુજરાત કનેક્શન

Cockroach Janata Party સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ, કરોડો યુવાઓ સુધી પહોંચેલી આ ડિજિટલ મૂવમેન્ટ હવે સુરક્ષા એજન્સીઓ માટે પણ ચિંતાનો વિષય બની ગઈ છે.

May 22, 2026Maya Sindhav
Top Stories Gujarat Others Breaking News
Cockroach Janata Party હવે સુરક્ષા એજન્સીઓની નજરમાં કેમ?

Gujarat News: સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી સૌથી વધુ ચર્ચામાં જો કોઈ નામ હોય તો તે છે ‘કોકરોચ જનતા પાર્ટી’ (Cockroach Janata Party) એટલે કે CJP. એક વ્યંગાત્મક ઓનલાઈન મૂવમેન્ટ તરીકે શરૂ થયેલી આ ડિજિટલ લહેર હવે દેશની સુરક્ષા એજન્સીઓ માટે પણ ચિંતાનો વિષય બની ગઈ છે. કરોડો યુવાઓ સુધી પહોંચેલી આ ઓનલાઈન ઝુંબેશે માત્ર રાજકીય વર્તુળોમાં જ નહીં પરંતુ તપાસ એજન્સીઓમાં પણ ભારે ચર્ચા જગાવી છે.

સીજેઆઈની ટિપ્પણી બાદ શરૂ થયો Cockroach Janata Partyનો ટ્રેન્ડ

માહિતી અનુસાર, દેશના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI)ની એક ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર અચાનક ‘Cockroach Janta Party’ નામે પોસ્ટ્સ અને મીમ્સ વાયરલ થવા લાગ્યા હતા. શરૂઆતમાં તેને માત્ર ઓનલાઈન કટાક્ષ અભિયાન તરીકે જોવામાં આવ્યું હતું, પરંતુ થોડા જ સમયમાં આ પેજ અને તેની સાથે જોડાયેલા કન્ટેન્ટને જબરદસ્ત પ્રતિસાદ મળવા લાગ્યો.ખાસ કરીને યુવાઓમાં બેરોજગારી, મોંઘવારી, પરીક્ષાઓના વિવાદો અને સિસ્ટમ પ્રત્યેના અસંતોષ જેવા મુદ્દાઓને લઈને CJP સાથે જોડાયેલા મીમ્સ અને વીડિયો ભારે વાયરલ થયા હતા.

કરોડોમાં પહોંચ્યો ડિજિટલ રિસ્પોન્સ

રિપોર્ટ્સ મુજબ, ઈન્સ્ટાગ્રામ પર કોકરોચ જનતા પાર્ટી (Cockroach Janata Party)ના પેજને ગણતરીના કલાકોમાં જ કરોડો લોકો ફોલો કરવા લાગ્યા હતા. આટલા ઓછા સમયમાં થયેલી વિશાળ ડિજિટલ પહોંચે સુરક્ષા એજન્સીઓનું ધ્યાન ખેંચ્યું હતું.અધિકારીઓનું માનવું છે કે, સામાન્ય મીમ ટ્રેન્ડ માટે આટલી ઝડપી વૃદ્ધિ અસામાન્ય ગણાય. આ જ કારણ છે કે હવે આ નેટવર્ક પાછળ કોણ છે અને તેની પાછળ કોઈ સંગઠિત ડિજિટલ મશીનરી કાર્યરત છે કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરક્ષા એજન્સીઓને કઈ વાતનો ડર?

તપાસ એજન્સીઓનું કહેવું છે કે, ઓનલાઈન ગુસ્સો અને વ્યંગાત્મક પોસ્ટ્સ જો જમીન પર ઉતરી જાય તો તે મોટા વિરોધ પ્રદર્શનનું સ્વરૂપ લઈ શકે છે. ખાસ કરીને યુવાઓમાં વધી રહેલા અસંતોષને કારણે આ પ્રકારની ડિજિટલ મૂવમેન્ટ વધુ અસરકારક બની શકે છે.તપાસ દરમિયાન કેટલાક ટેલિગ્રામ નેટવર્ક, વિદેશી ડિજિટલ કનેક્શન અને જૂના સોશિયલ મીડિયા રેકોર્ડ પણ ચકાસવામાં આવી રહ્યા છે.

WHY INTELLIGENCE AGENCIES BELIEVE COCKROACH JANTA PARTY IS A FRONT FOR AN ALLEGED "CURATED DIGITAL INSURGENCY" AIMED AT ROUSING GEN-Z TO HIT THE STREETS.
• CJP reportedly amassed over 15 million Instagram followers within days this brought agencies to look closer.
• Agencies… pic.twitter.com/YqliPUgPv0

— Rahul Shivshankar (@RShivshankar) May 22, 2026

X એકાઉન્ટ બ્લોક થતા મામલો વધુ ગરમાયો

કોકરોચ જનતા પાર્ટીનું X પરનું એકાઉન્ટ બ્લોક થયા બાદ સમગ્ર મામલાએ વધુ ગંભીર વળાંક લીધો હતો. રિપોર્ટ્સ મુજબ, કેન્દ્ર સરકારે IT Actની કલમ 69A હેઠળ આ એકાઉન્ટ બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો.કહેવાય છે કે ઇન્ટેલિજન્સ એજન્સીઓએ આ મામલાને રાષ્ટ્રીય સુરક્ષાથી જોડાયેલ મુદ્દો ગણાવ્યો હતો. એજન્સીઓનું માનવું છે કે આ પ્લેટફોર્મનો ઉપયોગ યુવાઓમાં વ્યવસ્થા વિરોધી માહોલ ઉભો કરવા માટે થઈ શકે છે.

તપાસમાં સામે આવ્યું ગુજરાત કનેક્શન

તપાસમાં સૌથી ચોંકાવનારી વાત ગુજરાત કનેક્શનને લઈને સામે આવી છે. કેટલાક રિપોર્ટ્સ મુજબ, કોકરોચ જનતા પાર્ટી (Cockroach Janata Party) સાથે જોડાયેલા કેટલાક સોશિયલ મીડિયા પેજ અગાઉ અલગ અલગ નામથી સક્રિય હતા.તેમા “આમ આદમી પાર્ટી ગુજરાત” નામથી ચાલતા પેજનો પણ સમાવેશ થતો હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે આ દાવાઓ અંગે સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી.

ફાઉન્ડરનો રાજકીય કનેક્શન?

રિપોર્ટ્સ અનુસાર, કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભીજિત દીપક વર્ષ 2020થી 2023 દરમિયાન આપ (Aam Aadmi Party) સાથે સોશિયલ મીડિયા અને ઇલેક્શન કેમ્પેઈનિંગમાં જોડાયેલા રહ્યા હતા.તપાસ એજન્સીઓ હવે જૂના એડમિન, ડિજિટલ નેટવર્ક, ફંડિંગ અને વિદેશી કનેક્શન સહિતના તમામ પાસાંની તપાસ કરી રહી છે.હાલ આ સમગ્ર મામલો માત્ર સોશિયલ મીડિયા ટ્રેન્ડથી આગળ વધી સુરક્ષા એજન્સીઓ માટે સંવેદનશીલ તપાસનો વિષય બની ગયો છે. હવે તપાસનો ફોકસ એ દિશામાં છે કે આ ડિજિટલ મૂવમેન્ટ પાછળ માત્ર મીમ સંસ્કૃતિ છે કે પછી કોઈ સંગઠિત ડિજિટલ નેટવર્ક કાર્યરત છે.


આ પણ વાંચો:X પર ફરી આવી ‘Cockroach Janata Party’

આ પણ વાંચો:‘Cockroach Janata Party’નું X એકાઉન્ટ ભારતમાં બેન, CJIની ટિપ્પણી બાદ વિવાદ ગરમાયો

આ પણ વાંચો:સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ‘Cockroach Janata Party’, માત્ર 24 કલાકમાં જ જોડાયા હજારો યુવાનો

Post navigation

વડોદરામાં યોજાશે VGRC 2026
ચોમાસામાં લાઇટ ગઈ તો વીજવિભાગના અધિકારી સામે પગલા લેવાશેઃ વેકરિયાની તાકીદ

More Posts

Nipah Virsus/ નિપાહ વાયરસ કેટલો ખતરનાક?14 વર્ષનું બાળક વેન્ટિલેટર પર, 60 થી વધુ લોકો થયા ચેપગ્રસ્ત , એડવાઈઝરી જારી

July 21, 2024Mansi Panara

israel hamas war/ હમાસના સમર્થનમાં કતારમાં મળ્યા પાકિસ્તાનના ટોચના નેતાઓ!

November 6, 2023Vijay Sagathiya

Iran surgical strike/ કુલભૂષણ જાધવનું કર્યું હતું અપહરણ, હવે પાકિસ્તાનમાં જોરદાર બોમ્બમારો; જાણો ઈરાનની સર્જિકલ સ્ટ્રાઈકની સંપૂર્ણ કહાની

January 17, 2024Maya Sindhav

રાજકોટ/ સફેદ વાઘની વસ્તી વધારવા માટે અહીં શરૂ કરવામાં આવશે બ્રિડિંગ સેન્ટર

November 15, 2021November 15, 2021padma prajay

Lok Sabha Elections 2024/ કેથલીન વાવાઝોડા બીજેપીને વોકઓવર નહીં મળે, ખજુરાહો સીટ પર નોમિનેશન નામંજૂર થતાં ‘ઇન્ડિયા’ બ્લોકની નવી યોજના

April 7, 2024Mansi Panara

us news/ ટ્રમ્પે કહ્યું, “અમે બંને મિત્રો છીએ અને ભવિષ્યમાં પણ રહીશું, ભારત અને અમેરિકા માટે સાથે રહેવું મહત્વપૂર્ણ છે”

February 14, 2025February 14, 2025Panara Mansi

Ahmedabad News/ અમદાવાદમાં યુવકના માથામાં તલવારના ઘા, મકાન સળગાવવાનો પ્રયાસ

September 22, 2024Nikunj Patel

Not Set/ રાજકોટ પર કોરોનાનો કબજો : આજે બપોરે 12 સુધીમાં 324 કેસ,52 મોત, પૂર્વ ડે.મેયર હરગોવિંદભાઈ વ્યાસનું નિધન

April 16, 2021April 16, 2021Bhavini vasani

Air India Plane Crash/ અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ માટે US ટીમ કેમ પહોંચી? જાણો તેની પાછળનું મોટું કારણ

June 17, 2025Maya Sindhav

Rain/ વાવાઝોડા સાથે ભારે વરસાદ પડતા મહુવાના આ ત્રણ ગામમાં લાખોનું નુકશાન!વીજ પુરવઠો પણ ખોરવાયો

June 23, 2022mustak malik
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy