Gandhinagar News: ચોમાસા પહેલાં બધા જ ફીડરોનું મેઇન્ટેનન્સ અને રિપેરિંગ કરી લેવા માટે ઉર્જા મંત્રી ઉર્જા કૌશિક વેકરિયા (Kaushik Vekariya)એ તાકીદ કરી છે. તેમણે ચોમાસા પહેલા ઉર્જા વિભાગ (Energy Department)ની સમીક્ષા બેઠક યોજી હતી. ચોમાસા (Rain) ની સ્થિતિમાં પણ વીજ પુરવઠો પૂર્વવત્ રહે તે માટે તેમણે તૈયારી આદરવા માંડી છે. ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા (Kaushik Vekariya)એ વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક કરી હતી.

ચોમાસામાં અવિરત પુરવઠો જાળવવા કૌશિક વેકરિયા(Kaushik Vekariya)ની તાકીદ
ઉર્જામંત્રી કૌશિક વેકરિયા (Kaushik Vekariya)એ પીજીવીસીએલની પૂર્વ તૈયારીઓ અને મેઇન્ટેનન્સની માહિતી મેળવી હતી. તેમણે ચોમાસામાં વીજ પુરવઠો યથાવત રાખવા સૂચના આપી હતી. તેની સાથે જણાવ્યું હતું કે વીજ પુરવઠો ખોરવાયો તો જે તે વિસ્તારના જવાબદાર અધિકારી સામે પગલાં લેવામાં આવશે.

ચોમાસામાં વીજ પુરવઠો ખોરવાતા લોકો બફારામાં ત્રાહિમામ થાય છે
ગુજરાતમાં ચોવીસ કલાક વીજ પુરવઠો મળે છે, પરંતુ ચોમાસાના સમયે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. આવી સ્થિતિનું સર્જન ન થાય તે માટે ઉર્જામંત્રીએ અત્યારથી જ રાજ્યની બધી વીજ વિતરણ કંપનીઓને તાકીદ કરી છે. ચોમાસામાં વીજ પુરવઠો ખોરવાય ત્યારે લોકો બફારામાં ત્રાહિમામ પોકારી જાય છે. આ ઉપરાંત તેમને ચોમાસાના કારણે જે પણ સંસાધનોની તકલીફ પડતી હોય તેનો અત્યારથી જ સંગ્રહ કરી લેવા જણાવ્યું છે. ચોમાસામાં જે સ્પેરપાર્ટ્સ જોઈએ તેને અત્યારથી જ મેળવી લેવા જોઈએ એવો આદેશ પણ તેમણે આપ્યો હતો. કોઈપણ સંજોગોમાં રાજ્યનો કોઈપણ વિસ્તાર વીજવિહોણો ન રહેવો જોઈએ એમ તેમણે જણાવ્યું હતું.

ચોમાસા પહેલા બધી જ તૈયારી કરવા વીજવિતરણ કંપનીઓને હાકલ
આ વખતના ચોમાસામાં રાજ્યના જે તે વિસ્તારે જો વીજવિહોણા રહેવાની ફરજ પડી તો તેની જવાબદારી તે વિસ્તારના વીજવિભાગના અધિકારીની હશે. તેણે તેનો જવાબ આપવો પડશે અને તે સંતોષકારક નહીં હોય તો તેની સામે યોગ્ય પગલાં પણ લેવામાં આવશે. આમ રાજ્યમાં પહેલી વખત વીજવિભાગના અધિકારીની જવાબદારી નક્કી કરવાનું આવતા તેમનામાં ફફડાટ વ્યાપી ગયો છે. તેના કારણે વીજવિતરણ કંપનીઓએ ચોમાસા પૂર્વે જડબેસલાક તૈયારીનો આરંભ કર્યો છે.
આ પણ વાંચો: અમરેલીના વડિયામાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયા કોંગ્રેસ પર ત્રાટક્યા
આ પણ વાંચો: કૌશિક વેકરિયાએ ખેડૂત કનેક્શન એક અઠવાડિયામાં મળી રહે તેવો વિચાર રજૂ કર્યો
આ પણ વાંચો: મંત્રીપદના જરાપણ અભિમાન વગર જૂના સાથી અને વડીલને મળતા ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા
