CNG price/ ગુજરાતમાં નહીં મળે CNG, 3 માર્ચથી વેચાણ અચોક્કસ મુદ્દત માટે બંધ

રાજ્યમાં CNG વાહન ચાલકો માટે મુશ્કેલીના સમાચાર આવ્યા છે. CNG ડીલરોએ શુક્રવાર એટલે કે 3 માર્ચથી રાજ્યભરમાં CNG ગેસનું વેચાણ બંધ કરવાની જાહેરાત કરી છે. છેલ્લા 55 મહિનાથી CNG…

Top Stories Gujarat
Sale of CNG stopped

Sale of CNG stopped: રાજ્યમાં CNG વાહન ચાલકો માટે મુશ્કેલીના સમાચાર આવ્યા છે. CNG ડીલરોએ શુક્રવાર એટલે કે 3 માર્ચથી રાજ્યભરમાં CNG ગેસનું વેચાણ બંધ કરવાની જાહેરાત કરી છે. છેલ્લા 55 મહિનાથી CNG વેચાણ માટે ડીલર માર્જિનમાં વધારો ન થવાને કારણે, ડીલર્સ એસોસિએશને વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે, જે 3જી માર્ચથી અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવશે. છેલ્લા 55 મહિનાથી CNGના વેચાણ માટે ડીલર માર્જિનમાં વધારો થયો નથી. જેના માટે પત્રો, અનેક મિટિંગો કરવામાં આવી હતી, પરંતુ કોઈ પરિણામ ન આવતા આજે ગુજરાત રાજ્યના CNG ડીલરોની બેઠક મળી હતી. જેમાં તા.03.03.2023 શુક્રવારના રોજ 07:00 થી અનિશ્ચિત મુદત માટે CNGના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી CNG ગેસનું વેચાણ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

2017ના સમાધાન બાદ પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા માર્જિન-કમિશન વધારવામાં ન આવતાં પંપ ઓપરેટરો હડતાળ પર ઉતર્યા છે. CNG માટે માર્જિન કંપની દ્વારા ખર્ચ આધાર ફોર્મ્યુલાના આધારે નક્કી કરવામાં આવે છે. જે દર બે વર્ષે CNG કંપની અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા રિટેલ એગ્રીમેન્ટના રિન્યુઅલ સમયે ધંધાકીય ખર્ચને ધ્યાનમાં રાખીને વધારવામાં આવે છે. માર્જિનમાં આ વધારો છેલ્લે 2017માં સેટલમેન્ટ સમયે કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આજદિન સુધી કોઈ વધારો કરવામાં આવ્યો નથી. પેટ્રોલિયમ મંત્રી દ્વારા 01.12.2021થી માર્જિન વધારવાની સૂચના આપવામાં આવી હોવા છતાં કંપનીઓને વારંવાર રજૂઆત કરવા છતાં માર્જિન હજુ સુધી વધારવામાં આવ્યું નથી. છેલ્લા દોઢ વર્ષથી CNG પંપ ધારકોનું કમિશન 1.25 થી વધારવાની માંગમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ ગેસ કંપનીએ તેમની માંગણી ન સંતોષતા ફરી એકવાર CNG પંપ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ગુજરાત ગેસ કંપની લિમિટેડની ફ્રેન્ચાઈઝી લેનારા પંપ માલિકો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં કંપની દ્વારા પંપ ધારકોની સતત ઉપેક્ષા કરવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જોકે, આ બેઠક નિષ્ફળ રહી હતી. બાકી માંગણીઓના નિરાકરણમાં વિલંબ થતા પંપ ધારકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: મોટા સમાચાર/ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પ્રતિમા, આ દિવસે કરવામાં આવશે અનાવરણ

આ પણ વાંચો: Gujarat/ હવે તમામ શાળાઓએ ભણાવવી પડશે ગુજરાતી ભાષા, વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું બિલ

આ પણ વાંચો: Swami Nityananda/ નિત્યાનંદના ‘દેશ’ કૈલાસાએ UNની બેઠકમાં આપી હાજરી, ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર