Mumbai News : મુંબઈના બોરીવલીમાં એક અન્ડર કન્સ્ટ્રક્શન બિલ્ડીંગમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવી અમેરિકન નાગરિકોને ચૂનો ચોપડતા ચાર ગઠિયાની મુંબઈ ક્રાઈમ બ્રાંચ યુનિટ 12 એ ધરપકડ કરી છે. તેમની પાસેતી પોલીસે 6 લેપટોપ, 20 મોબાઈલ બે રાઉટર , છ હેડફોન મળીને કુલ રૂ. 2,41,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ બનાવની વિગત મુજબ મુંબઈ ક્રાઈમ બ્રાંચ યુનિટ-12 ના અધિકારીઓને માહિતી મલી હતી કે બોરીવલી (પશ્ચિમ)ના વજીરા નાકા સ્થિત અર્પણ એપાર્ટમેન્ટ નામની બિલ્ડીંગનું બાંધામ ચાલી રહ્યું છે. જેમાં કેટલાક શખ્સો ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા હોવાની માહિતી ક્રાઈમ બ્રાંચ યુનિટ-12 ને મળી હતી.
જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. તપાસ કરતા અહીં કોલ સેન્ટરનો ચાલક, ક્લોઝર, બે ટીમ લીડર વગેરે મળીને ગુગલ દ્વારા અમેરિકન નાગરિકોને તેમના લેપટોપમાં પ્રોબ્લેમ છે કહીને ટોલ ફ્રી નંબરવાળો પોપઅપ મોકલતા હતા.
આરોપીઓ પોતે માઈક્રોસોફ્ટ કંપનીમાંથી બોલતા હોવાનું કહીને અમેરિકન નાગરિકોને તેમના લેપટોપમાં માઈક્રોસોફ્ટ એપ્લિકેશનમાં ટેકનિકલ પ્રોબ્લેમ છે તે દુર કરવાનું કહીને ગિફ્ટ કાર્ડ સ્વરૂપે પૈસા મેળવીને છેતરપિંડી કરતા હતા. અહીંથી પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરીને રૂ.2,41,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પણ વાંચો:ટીમ ઈન્ડિયામાં ન મળ્યો મોકો તો આ ટીમમાં જોડાયા યુઝવેન્દ્ર ચહલ, ડેબ્યૂમાં જ કરી બતાવ્યું કમાલ
આ પણ વાંચો:યુઝવેન્દ્ર ચહલનો ટીપ્સ આપતો વીડિયો સામે આવ્યો, આ કઇ લાઇનમાં આવી ગયા છો ફેન્સે કરી કોમેન્ટ
આ પણ વાંચો:યુઝવેન્દ્ર ચહલે ડિઝાઇન કરી રાજસ્થાન રોયલ્સની જર્સી, જુઓ ફર્સ્ટ લુક
