Yuzvendra Chahal: ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે બુધવારે વન ડે કપમાં ભૂતપૂર્વ કાઉન્ટી ટીમ કેન્ટ સ્પિટફાયર્સને નવ વિકેટથી હરાવીને નોર્થમ્પટનશાયર માટે શાનદાર ડેબ્યૂ કર્યું હતું. તેણે 5 વિકેટ લીધી હતી. ચહલની નોર્થમ્પટનશાયર સાથેની ડીલ તેના ડેબ્યુના એક કલાક પહેલા જ જાહેર કરવામાં આવી હતી. ભારતના T20 વર્લ્ડ કપ વિજેતા અભિયાનમાં ભૂમિકા ભજવનાર ચહલે કેન્ટની બેટિંગ લાઇન અપને હચમચાવી દીધી હતી અને તેની 10 ઓવરમાં 14 રન આપીને પાંચ વિકેટ લીધી હતી.
યુઝવેન્દ્ર ચહલે આ 5 બેટ્સમેનોનો કર્યો શિકાર
જેના કારણે વિરોધી ટીમ 35.1 ઓવરમાં 82 રનમાં સમેટાઈ ગઈ હતી. ચહલે જેડિન ડેનલી (22), એકાંશ સિંઘ (10), ગ્રાન્ટ સ્ટુઅર્ટ (01), બેર્સ સ્વાનેપોએલ (01) અને નાથન ગિલક્રિસ્ટ (06)ની વિકેટ લીધી હતી. આ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મહેમાન ટીમે 14 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 86 રન બનાવીને આસાન વિજય નોંધાવ્યો હતો. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ રમી રહેલા નોર્થમ્પટનશાયરએ સિઝનની તેની પ્રથમ જીત નોંધાવી હતી. આ પહેલા તે છ મેચ હારી ગયા હતા.
9 ટીમના ગ્રુપ A ટેબલમાં આઠમા સ્થાને રહી અને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી. વન ડે કપ સિવાય તે ‘કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન ટુ’માં બાકીની પાંચ મેચો પણ રમશે.
In a spin. 😵💫
A brilliant first showing from @yuzi_chahal. 🤩 pic.twitter.com/ctJP12JoSi
— Northamptonshire CCC (@NorthantsCCC) August 14, 2024
ચહલનું ભારત માટે યોગદાન
34 વર્ષીય ચહલે ભારત માટે અત્યાર સુધીમાં 72 ODI અને 80 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને બંને ફોર્મેટમાં 217 વિકેટ લીધી છે. નોર્થમ્પટનશાયરએ તેની વેબસાઈટ પર ચહલના ટીમમાં જોડાવાની જાહેરાત કરી હતી. નોર્થમ્પ્ટનશાયરએ એક નિવેદનમાં કહ્યું, ‘નોર્થમ્પ્ટનશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ એ જાહેરાત કરતા આનંદ અનુભવે છે કે ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ કેન્ટમાં રમાનારી અંતિમ ODI કપ મેચ અને બાકીની પાંચ કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચો માટે ક્લબ સાથે જોડાશે. નોર્થમ્પટનશાયર હાલમાં સાત ડ્રો અને બે હાર સાથે આઠ ટીમના કાઉન્ટી ડિવિઝન 2 ટેબલમાં સાતમા સ્થાને છે.
આ પણ વાંચો:ધ્યાન ભટકાવી રહી હતી સુંદર સ્વિમર, પાછા ફરવાનું કહેવામાં આવ્યું…શું છે સમગ્ર મુદ્દો
આ પણ વાંચો:ભારત-શ્રીલંકાની મેચ બાદ ICC એક્શનમાં, ફિક્સિંગને લઈ માંગ્યો જવાબ
આ પણ વાંચો:વિનેશ ફોગટનું ઓલિમ્પિકમાંથી બહાર થવું શું ખરેખર ષડયંત્ર ?
