Paris Olympics 2024: ભારતની સ્ટાર મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટની આજે ઓલિમ્પિક સફર પૂર્ણ થઈ. વિનેશ ફોગટ ગઈકાલે સેમીફાઈનલ મેચ જીતતા ભારતને ગોલ્ડ મળવાની આશા જીવંત બની હતી. પરંતુ આજે બુધવાર 7 ઓગસ્ટના રોજ વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવી.
મતલબ કે કુસ્તીબાજ વિનેશ ફાઇનલ મેચ રમવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવી છે. વિનેશ ફોગટનું વજન નિર્ધારિત વજન કરતા 100 ગ્રામ વધુ હતું અને તેના કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી છે. આજે સવારે આ સમાચાર આવ્યા બાદ મીડિયામાં વિનેશ ફોગટને લઈને વિવિધ બાબતો સામે આવી રહી છે. કોઈ આ મામલમાં ભારતના ઓલિમ્પિક સંઘની બેદરકારી બતાવે છે તો કેટલાક લોકો વિનેશ ફોગટ ષડયંત્રનો શિકાર થઈ હોવાનું બતાવે છે.
#WATCH | Paris: On Indian wrestler Vinesh Phogat’s disqualification from #ParisOlympics2024, Wrestling Federation of India (WFI) president Sanjay Singh says, “It is extremely unfortunate for our country that even after wrestling so well and qualifying for the Finals, she was… pic.twitter.com/4VaaDYeDfo
— ANI (@ANI) August 7, 2024
WFIના અધ્યક્ષ સંજય સિંહ કહે છે કે વિનેશ ફોગટ આજે ગોલ્ડ ચૂકી તે દુર્ભાગ્ય પૂર્ણ, કદાચ આજે ભારતના ભાગ્યમાં જ લખાયું હશે.
શું ખરેખર વિનેશ ફોગટ ષડયંત્રનો શિકાર થઈ છે
મીડિયામાં ચર્ચા છે કે કુસ્તીબાજ વિનેશ ફોગટ ષડયંત્રનો શિકાર થઈ છે. વિનેશ ફોગટે ભાજપના દિગ્ગજ નેતાઓ ગણાતા તેવા બ્રિજભૂષણનો ભારે વિરોધ કર્યો હતો.
જાન્યુઆરી 2023માં દિલ્હીના જંતર-મંતર પર WFI અધ્યક્ષ બ્રિજભૂષણ સિંગ શર્મા પર કુસ્તીબાજોએ જાતીય શોષણ અને ધાકધમકીનો આરોપ લગાવ્યો હતો. બ્રિજભૂષણ તેમના પદનો દૂરઉપયોગ કરી કુસ્તીબાજોનું શોષણ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. આથી જાતીય શોષણ મામલે બ્રિજભૂષણને દૂર કરવા મામલે સ્તીબાજોએ દેખાવ શરૂ કર્યો હતો. કુસ્તીબાજોની માંગ હતી કે બ્રિજભૂષણને અધ્યક્ષ પદપરથી દૂર કરવામાં આવે અથવા તે રાજીનામું આપે. ભારતના કુસ્તીબાજો દ્વારા IOA (ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન) ચીફ પી.ટી.ઉષાને લેખિતમાં અરજી આપી પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિનેશ ફોગટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક બ્રિજભૂષણને દૂર હટાવવાની માંગ કરતા વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો. બ્રિજભૂષણ સામે જંતર-મંતર પર લાંબા સમય સુધી વિનેશ ફોગટ સહિતના કુસ્તીબાજોએ ધરણા કર્યા હતા. જ્યારે કુસ્તીબાજોને લાગ્યું કે તેમની માંગણી પર કોઈ ધ્યાન આપી રહ્યું નથી ત્યારે તેમણે ઉપવાસ આંદોલન શરૂ કર્યું. કુસ્તીબાજોના વિરોધ પ્રદર્શનમાં ખેડૂતો તેમજ કેટલાક રાજનેતાઓ પણ જોડાયા હતા.
બ્રિજભૂષણ સામેનો વિરોધ ઉગ્ર બનતા આખરે IOA એ આ બાબતની તપાસ માટે એમસી મેરી કોમ અને યોગેશ્વર દત્ત સહિત એક સમિતિની રચના કરી હતી. મેરી કોમની આગેવાની હેઠળ 5-સભ્યોની દેખરેખ સમિતિ (OC), આરોપોની તપાસ કરવાનું શરૂ કર્યું, જો કે આ મામલે કુસ્તીબાજોએ નિરાશા વ્યક્ત કરી કે સમિતિના સભ્યોની પસંદગી અંગે સરકાર દ્વારા તેમની સાથે સલાહ લેવામાં આવી ન હતી. આ વિવાદ દરમ્યાન રમતગમત મંત્રાલયે WFI ને તાત્કાલિક અસરથી ચાલી રહેલી તમામ પ્રવૃત્તિઓને સ્થગિત કરવા જણાવ્યું હતું. WFI ના સહાયક સચિવ વિનોદ તોમરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
જાન્યુઆરીમાં શરૂ થયેલ વિરોધમાં અનુરાગ ઠાકુરે દરમ્યાનગીરી કરતાં મામલો થોડો શાંત પડ્યો. પરંતુ બ્રિજભૂષણ સામે જરૂરી કાર્યવાહી ના થતા ફરી આંદોલન શરૂ થયું. આ આંદોલન દરમ્યાન મે, 2023 ના રોજ, કુસ્તીબાજો અને દિલ્હી પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ, જેના કારણે કેટલાક વિરોધીઓને માથામાં ઈજા થઈ. વિરોધીઓએ “નશામાં ધૂત અધિકારીઓ” પર તેમની સાથે હેરાનગતિ કરવાનો અને મહિલા કુસ્તીબાજો સાથે “દુર્વ્યવહાર” કરવાનો આરોપ મૂક્યો હતો. આ ઝઘડાને કારણે અટકાયત થઈ હતી જ્યારે કેટલાક કુસ્તીબાજોને ઈજાઓ પણ થઈ હતી. બ્રિજભૂષણ સામેનું આંદોલન વધુ ઉગ્ર બનતા અને ચૂંટણીઓ નજીક હોવાના કારણે તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા. WFIની ચૂંટણી થઈ હતી તેમાં સંજય સિંહની જીત થઈ હતી. હાલમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ સંજય સિંહ છે.
કુસ્તીબાજોનું ભાવિ અંધકારમય
આ સંજય સિંહ બ્રિજભૂષણના નજીકના મિત્ર હોવાનું વર્તુળોમાં ચર્ચા છે. સંજય સિંહની WFIના અધ્યક્ષ બનતા વિનેશ ફોગટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક જેવા કુસ્તીબાજ નિરાશ થયા હતા. આ તમામ કુસ્તીબાજે સંજય સિંહના અધ્યક્ષ બનવા પર ભારતમાં કુસ્તીબાજોનું ભાવિ અંધકારમય હોવાનું બતાવ્યું.
#WATCH | Delhi: On former WFI chief Brij Bhushan Sharan Singh’s aide Sanjay Singh elected as the new president of the WFI, Wrestler Vinesh Phogat says, “There are minimal expectations but we hope that we get justice. It’s saddening that the future of wrestling is in the dark. To… pic.twitter.com/Sr8r2Nvuqg
— ANI (@ANI) December 21, 2023
જણાવી દઈએ કે બ્રિજભૂષણ સામે નાબાલિક કુસ્તીબાજ મહિલાનું જાતીય શોષણ કર્યું હોવા મામલે કોર્ટમાં કેસ કરવામાં આવ્યો. આ કોર્ટ કેસમાં હજુ પણ ચાલુ છે. તેમાં કોર્ટે હજુ અંતિમ ચુકાદો આપ્યો નથી.
વિનેશ ફોગાટનું ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન
વિનેશ ફોગાટે મંગળવારે મહિલાઓની 50 કિગ્રા વર્ગમાં પોતાની ત્રણેય મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન વિનેશે ટોક્યો ઓલિમ્પિક્સની સુવર્ણ ચંદ્રક વિજેતા સુસાકીને પણ હરાવ્યો હતો, જેણે આ મેચ પહેલા તેની કારકિર્દીમાં એક પણ મેચ કે એક પણ પોઈન્ટ ગુમાવ્યો ન હતો. વિજેતા સુસાકીને હરાવી ફાઈનલમાં પ્રવેશ કરનાર કુસ્તીબાજે ફકત 100 ગ્રામ વજનના કારણે ગોલ્ડ ગુમાવ્યો. મીડિયા અને લોકો મુખે વિનેશ ફોગટના બહાર થવા પર જુદી-જુદી અફવાઓ સામે આવી રહી છે. આ આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસમાં IOAના અધ્યક્ષ પી.ટી. ઉષાને અન્ય વિકલ્પો તેમજ આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવા અપીલ કરી છે.
રેસલિંગમાં આ છે વજનને લગતો નિયમ
વજનને લગતા નિયમો અનુસાર, જ્યારે પણ કુસ્તીબાજ સ્પર્ધામાં ભાગ લે છે, તે દિવસે તેનું વજન લેવામાં આવે છે. દરેક વજન કેટેગરીની મેચો બે દિવસમાં યોજવામાં આવે છે, તેથી જે કુસ્તીબાજો ફાઇનલમાં અથવા રિપેચેજમાં પહોંચે છે તેનું વજન બંને દિવસે કરવાનું હોય છે. પ્રથમ વખત વજન કરતી વખતે, કુસ્તીબાજ પાસે વજન કરવા માટે 30 મિનિટ છે. આ સમયગાળા દરમિયાન, તેઓ ઇચ્છે તેટલી વખત પોતાનું વજન કરી શકે છે. આ દરમિયાન એ પણ જોવા મળે છે કે રેસલરને કોઈ ચેપી રોગ નથી અને તેના નખ ખૂબ જ ટૂંકા કપાયેલા છે. સતત બીજા દિવસે સ્પર્ધામાં ભાગ લેનાર કુસ્તીબાજોને વજન માટે 15 મિનિટનો સમય મળે છે. યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ના નિયમો અનુસાર, જો કુસ્તીબાજનું વજન નિર્ધારિત વજન કરતાં વધી જાય છે, તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે.
આ પણ વાંચો:પુરૂષો સામે મહિલાઓની નગ્ન પરેડ, સેક્સ ટેસ્ટ… ઓલિમ્પિકમાં મહિલાઓએ આપવા પડે છે આવા ટેસ્ટ
આ પણ વાંચો: જ્વેલિન થ્રોઅર વિજેતા નીરજ ચોપરાનો પેરિસ ઓલિમ્પિકમાં ફાઈનલમાં પ્રવેશ