india news/ છત્તીસગઢમાં MBBS કોર્સને હિન્દીમાં ભણાવાશે, CMએ કરી જાહેરાત

મેડિકલ એજ્યુકેશન એટલે MBBS નો અભ્યાસ હિન્દીમાં શરૂ કરવાની વાત ઘણા લાંબા સમયથી થઈ રહી છે. પરંતુ આજ સુધી MBBSનો અભ્યાસ હિન્દીમાં શરૂ નથી શક્યો. ગયા મહિને જ મધ્યપ્રદેશ અને બિહારે MBBS શિક્ષણને હિન્દીમાં આપવામાં જાહેરાત કરી હતી.

Breaking News India

Raipur: મેડિકલ એજ્યુકેશન એટલે MBBS નો અભ્યાસ હિન્દીમાં શરૂ કરવાની વાત ઘણા લાંબા સમયથી થઈ રહી છે. પરંતુ આજ સુધી MBBSનો અભ્યાસ હિન્દીમાં શરૂ નથી શક્યો. ગયા મહિને જ મધ્યપ્રદેશ અને બિહારે MBBS શિક્ષણને હિન્દીમાં આપવામાં જાહેરાત કરી હતી. જે બાદ હવે છત્તીસગઢ રાજ્યએ પણ હિન્દીમાં MBBS અભ્યાસ શરૂ કરવાની જાહેરાત કરી છે.

2024-25 શૈક્ષણિક સત્રથી MBBSનો કોર્સ હિન્દીમાં શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત શનિવારે છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ કરી છે. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ વધુમાં જણાવ્યું કે, આગામી શૈક્ષણિક સત્રથી રાજ્યમાં MBBS કોર્સ હિન્દીમાં ભણાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022માં ઉત્તરપ્રદેશમાં એક રેલીને સંબોધતા તબીબી શિક્ષણને હિન્દીમાં આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

CM વિષ્ણુ દેવ સાઈએ કહ્યું કે, રાજ્ય સરકારે હિન્દી દિવસ પર મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવેથી MBBS કોર્સ હિન્દીમાં ભણાવવામાં આવશે. 2024-25થી પ્રથમવર્ષમાં હિન્દીના પુસ્તકો વિદ્યાર્થીઓને આપવામાં આવશે. આરોગ્ય વિભાગને અભ્યાસની સામગ્રીની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે. બિહાર અને મધ્યપ્રદેશની સરકારોએ હિન્દીમાં મેડિકલ અભ્યાસ શરૂ કરવાની જાહેરાત અગાઉ જ કરી ચૂક્યું છે. જુલાઈમાં બિહાર સરકારે કહ્યું હતું કે આગામી શૈક્ષણિક સત્રથી મેડિકલ અભ્યાસક્રમને હિન્દીમાં પણ ભણાવવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈન્ડિગો અને એર ઈન્ડિયાના વિમાનો ટક્કરથી માંડ માંડ બચ્યું, મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો: ગૌતમ ગંભીર મિત્ર ન હતો…’, અનુભવી ખેલાડીના ભૂતપૂર્વ સાથી ખેલાડીએ ‘સત્ય’ કહ્યું; નવો વિવાદ શરૂ થશે?

આ પણ વાંચો: હવે ટ્રેન દ્વારા ખેતરો ખેડાશે? મેદાનમાં એન્જિન જોઈને આરજેડીએ મોદી-નીતીશને ઘેર્યા