Not Set/ સીએમ રૂપાણીએ ખાડિયાના ધાબા પરથી પતંગ ચડાવ્યો, VIDEO

અમદાવાદ, આજે ગુજરાત અને દેશના લાખો લોકો મકરસક્રાંતિનો આનંદ માણી રહ્યાં છે ત્યારે ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ પણ ધાબે ચડીને પતંગનો આનંદ લીધો હતો.સીએમ રૂપાણી અને તેમના પત્નિ અંજલીબહેન અમદાવાદમાં ખાડિયા વિસ્તારમાં ટેરેસ પર પતંગ ચડાવ્યો હતો.સીએમ રૂપાણીએ ભાજપના નેતા ભુષણ ભટ્ટના ઘરના ધાબે ચડીને પતંગ ચડાવ્યો હતો. સીએમએ પતંગ ચડાવ્યો ત્યારે તેમની ફીરકી તેમના […]

Top Stories Gujarat

અમદાવાદ,

આજે ગુજરાત અને દેશના લાખો લોકો મકરસક્રાંતિનો આનંદ માણી રહ્યાં છે ત્યારે ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ પણ ધાબે ચડીને પતંગનો આનંદ લીધો હતો.સીએમ રૂપાણી અને તેમના પત્નિ અંજલીબહેન અમદાવાદમાં ખાડિયા વિસ્તારમાં ટેરેસ પર પતંગ ચડાવ્યો હતો.સીએમ રૂપાણીએ ભાજપના નેતા ભુષણ ભટ્ટના ઘરના ધાબે ચડીને પતંગ ચડાવ્યો હતો. સીએમએ પતંગ ચડાવ્યો ત્યારે તેમની ફીરકી તેમના પત્નિ અંજલીબહેને પકડી હતી.

સીએમની હાજરી પછી મોટી સંખ્યામાં શહેરીજનો આજુબાજુના ધાબા પર ઉમટી પડ્યા હતા.

સીએમ રૂપાણીએ ઉત્તરાયણ પર મીડીયા સાથે વાત કરતાં પીએમ મોદીએ આર્થિક નબળાં વર્ગોને આપેલી 10 ટકા અનામતના વખાણ કરતાં કહ્યું કે જે જ્ઞાતિઓને અનામત નહોતી મળી તેની અપેક્ષા પીએમ મોદીએ પુરી કરી છે.

સીએમ રૂપાણીએ ઉત્તરાયણ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી.

સીએમ રૂપાણીના આગમનને લઈ ખાડિયા વિસ્તારને સુશોભિત કરાયો હતો